Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ધોરાજી PSIએ શરૂ કર્યા નિઃશુલ્ક કોચિંગ કલાસ

૨૦૦ જેટલા દલિત સમાજના ભાઇ બહેનોને તાલીમ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૭ : ડો.  આંબેડકરનું સૂત્ર શિક્ષિત બનોને સાર્થક કરવાની નાનકડી પહેલ કરતું નોલેજ સોસાયટી ધોરાજી  દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવાર ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લેખિત-શારીરિકની તૈયારી સાથે બહાર ગામના ઉમેદવારો માટે મફત રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજન ધોરાજી પોલીસમાં યુવા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ મકવાણાની સીધી દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. જેમાં ખભેથી ખભો મિલાવી યોગેશભાઈ ભાષા તેમજ સાથી મિત્રો અને આસપાસના તાલુકાનાં અનુ જાતિના આગેવાનો અને સમાજના સહિયારા સહયોગથી ઉમેદવાર ભાઈઓ બહેનો માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

૨૦૦ આસપાસની સંખ્યામાં ઉમેદવાર ભાઈઓ બહેનો નિયમિત અનુભવી ફેકલ્ટી પાસેથી પરીક્ષા લક્ષી વિવિધ વિષયોનું કોચિંગ મેળવે છે. સાથે સાથે ટ્રેઇન્ડ અનુભવી કોચ પાસે શારીરિક કસોટી માટેનું પણ પાયેથી ટ્રેનીંગ મેળવે છે અને ખાસ ભરતી માટે જ તૈયાર કરેલા ટ્રેક પર સવાર સાંજ પ્રેકિટસ કરાવવામાં આવે છે. આ આયોજન માત્ર અનુ.જાતિ સમાજના જરૂરિયાતમંદ ઉમેદવારો માટે જ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નાના એવા ધોરાજી ગામમાં છેક અમદાવાદ, પાટણ, ગીર સોમનાથ જેવા દૂર-દૂરના જિલ્લાઓ માંથી પણ ઉમેદવારો તૈયારી કરવા માટે આવ્યા છે.

પીએસઆઇ ચંદ્રેશ મકવાણા કહે છે કે, ત્રણ ભાઈ બહેનમાં હુ સૌથી નાનો, વર્ષ ૨૦૧૧ માં કોલેજના પ્રથમ વર્ષમાં થાઈરોઈડની બીમારીને કારણે માતૃશ્રીનું ખૂબ જ નાની વયે દુઃખદ અવસાન થયું. બાદમાં બહેનના લગ્ન થયા અને દાદીનું પણ ઉંમરને હિસાબે અવસાન થયું. એટલે દ્યરમાં કોઈ સ્ત્રી પાત્ર ન હતું. મારા પિતા સાઇકલ લઈને કાપડની ફેરી કરી ગામડે ગામડે કાપડ વેચવાનો વ્યવસાય કરતા હતાં. મારા પિતાશ્રીએ મને એક પિતા હોવાની સાથે સાથે માતાનો પ્રેમ પણ પૂરો પાડી, હંમેશા મારી સાથે એક મિત્ર જેમ રહી, મારી તમામ ઈચ્છાઓ પૂરી કરી અને મને આ પદ પર પહોંચાડ્યો છે. હું આજે જે કંઈ પણ છું એ મારા માતા પિતાના આશીર્વાદથી જ છું. મારા ભ્લ્ત્ હોવાનો શ્રેય મારા સુપરહીરો મારા પિતાશ્રીને જાય છે.

એક વાર સરકારી નોકરી અને તેમાં પણ પોલીસ ફોર્સમાં નોકરી મળી જાય તો પોતાની કારકિર્દી અને દેશની સેવામાં કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે પરંતુ યુવાનોને સાચું માર્ગદર્શન આપવામાં અને વધુને વધુ યુવાનોને સરકારી નોકરી મેળવે તે માટે થઈને સમાજના સહયોગથી આ અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. આ ભગીરથ કાર્ય કરવાની કઈ રીતે પ્રેરણા મળી ? તેના જવાબમાં પીએસઆઇ સી.એમ મકવાણા જણાવે છે કે, વર્ષ ૧૦૫-૧૬ માં મારા વતન મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે અમે તમામ યુવાન છોકરા-છોકરીઓએ મળીને એક એવો નિર્ણય કર્યો કે તમામ પોત-પોતાના દ્યરે વાંચન કરે છે, પરંતુ જો એક જગ્યાએ એકત્ર થઇને વાંચન કરવામાં આવે તો તમામને અલગ-અલગ ઉદભવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે અને તમામને ફાયદારૂપ થાય. જેથી કૌટુંબિક કાકાનું બંધ પડેલું મકાન થોડું ઘણું સમારકામ કરીને વાંચન કાર્ય માટે શરૂ કર્યું. ધીમે ધીમે સમાજમાથી ૧૦,૦૦૦ જેટલું ફંડ એકત્રિત કરીને નવા નવા પુસ્તકો વસાવ્યા, અખબારો શરૂ કરાવ્યા અને એમ પ્રવાહ ચાલુ થયો વાંચન નો. જેને નામ આપ્યું નોલેજ સોસાયટી'.

(10:36 am IST)