Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મુન્દ્રા બંદરે ઉતારાયેલા ૭ શંકાસ્પદ કન્ટેનરોની એટમિક રિસર્ચ ટીમ દ્વારા તપાસ શરૂ

પાકિસ્તાન જતા ચીનના જહાજમાંથી રેડિયો એકિટવ સામગ્રી હોવાની શંકા ધરાવતા આ કન્ટેનરો ઉતારાયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : ગત ૧૮ નવેમ્બરના મુન્દ્રા પોર્ટ ઉપર લાંગરેલા ચીની જહાજમાંથી ઉતારાયેલા ૭ શંકાસ્પદ કન્ટેનરોની તપાસ શરૂ કરાઈ છે.

ચીનથી પાકિસ્તાન જઈ રહેલ જહાજ મુન્દ્રા બંદરે લાંગર્યું હતું ત્યારે કસ્ટમ અને ડીઆરઆઈ દ્વારા ૭ કન્ટેનર કે જે નોન હેઝાર્ડ્સ તરીકે ડીકલેર કરાયા હતા તેમાં રેડિયો એકિટવ સામગ્રી હોવાની શંકાના આધારે ઉતારાયા હતા.

આ તમામ કન્ટેનરની તપાસ માટે એટમિક રિસર્ચ ટીમ આવી હોવાનું જાણવા મળે છે. જોકે, સતાવાર રીતે આ બાબતે કોઈ જાણકારી અપાઈ નથી. આ મામલો રાજદ્વારી હોઈ એજન્સીઓ મૌન છે.

(10:05 am IST)