Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ધોરાજીમાં વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ યકત કરાયો

એક રુપિયા ટોકન ભાવે અબજોની મિલકત હસ્તગત કરવાથી રાજ્ય અને પ્રજાને મોટુ નુકસાન

 ધોરાજી:  ધોરાજી માં વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે  વિરોધ યકત કરાયો
  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હસ્તકની વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે ધોરાજી ખાતે જી.ઈ.બી.ની જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો
. પ્રજાના કરવેરા અને પ્રજાના નાણામાંથી ઉભી થયેલ વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણથી સરકારી માલીકીના હક્કો જતા રહેશે.તેમજ સરકારની હાલમાં પ્રસ્થાપિત થયેલ ડેસ્કોમ કંપનીને પોતાની એક રુપિયા ટોકન ભાવે અબજોની મિલકત હસ્તગત કરવાથી રાજ્ય અને પ્રજાને મોટુ નુકસાન થશે. તેમજ શહેરી વિસ્તારનાં નાના મધ્યમ લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકો ખુબ જ મોંઘા ભાવની વિજળી મળશે. અને બીલમાં મળતી સબસીડી બંધ થશે. વીજ બીલોમાં મોટો વધારો કરાશે તેમ ધોરાજી ગુજરાત ઉર્જા સંયુક્ત સેકશન સમિતિના હોદેદારો પી.એમ. સાવલીયા, જે.એલ. અમૃતિયા, આર.એમ. રાદડીયા, જે.એ. ગોસાઈ,એ જણાવ્યું હતું.

(6:03 pm IST)