Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

૧૧ વર્ષ પહેલા લગ્ન કરીને પતિ સાથે છેતરપીંડી કરીને પારકાને અપનાવી લેનાર મહિલા ખંભાળીયામાંથી ઝડપાઇ

આઠ વર્ષથી નાસતી ફરતી મહિલા સામે એસઓજી દેવભૂમિ દ્વારકા દ્વારા કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૭ : નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સંદીપ સિંધ રાજકોટ વિભાગ – રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સારડાની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડા, પોલીસ સબ ઇન્સપેકટર એ.ડી.પરમારને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન અપાયું હતું.

જે અનુસંધાને આસિ. સબ ઇન્સપેકટર, મહંમદભાઇ બ્લોચ, પોલીસ હેડ કોન્સટેબલ રાજેન્દ્રસિંહ મોતીભા, પોલીસ કોન્સટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ, મહાવિરસિંહ બળવંતસિંહ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. લગત કામગીરી અંગે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોતીભા તથા પોલીસ કોન્સટેબલ મહાવિરસિંહ બળવંતસિંહને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ હોય કે વર્ષ ૨૦૧૨ માં હિતેશભાઇ નંદલાલભાઇ રાયચુરા સાથે લગ્ન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરનાર કાજલબહેન ચંદુલાલ બારૈયા રહે. વડોદરા વાળી હિતેશભાઇ સાથે વાતચીત કરવા માટે આવેલ છે અને હાલ જામ ખંભાળીયા બસ સ્ટેશનની બહાર ઉભેલ છે અને જેણે શરીરે લાલ કલરની સફેદ કોર વાળી ચુંદડી ઓઢેલ છે અને આછો ક્રીમ કલરનો અલગ અલગ ડિઝાઇન વાળો પંજાબી ડ્રેસ પહેરેલ છે જેથી તુરત જ મહીલા મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા મહીલા લોકરક્ષક દક્ષાબહેન લક્ષ્મણભાઇ રાઠોડને સાથે લઇ હકીકત વાળી જગ્યાએ શંકાસ્પદ મહીલા ઉભેલ હોવાનુ જણાઇ આવતા મજકુર મહીલાની વોચમાં રહી તુરત જ  બે રાહદારી પંચોના માણસો બોલાવી પંચોને હકીકત અંગે વિગતવાર સમજ કરી અને મજકુર મહીલાને રોકી પંચોની હાજરીમાં મહીલા પોલીસ કર્મચારી મારફતે નામ- ઠામ પુછતા પોતે પોતાનુ નામ કાજલબહેલ ઉર્ફે રૂકસાના ડો/ઓફ ચંદુલાલ બારૈયા વા/ઓ સાજીદ હુશેન મહમદ હનીફ કારીગર જાતે. મુસ્લીમ શેખ ઉ.વ.૩૦ ધંધો. ઘરકામ રહે. હાલ બાલાસિનોર, કાલુપુર, નવિ વસાહત, દરગાહ વિસ્તાર, કાલુસાબાબાની દરગાહ સામે તા. બાલાસીનોર જી. મહિસાગર વાળી હોવાનુ જણાવતા હોય જેથી મજકુર મહીલાને ગુન્હા બાબતે આગવી ઢબે, યુકતી પ્રયુકતીથી પુછપછર કરતા જણાવેલ કે આજથી આશરે અગીયારેક વર્ષ પહેલા આ કામના ફરીયાદી સાથે લગ્ન થયેલ હતા અને ત્યારબાદ આશરે ત્રણેક વર્ષ બાદ ફરીયાદીશ્રી હિતેશભાઇ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી વડોદરા જતા રહેલ હોય અને વડોદરા ખાતે અન્ય લગ્ન કરી લઇ ગુન્હા અંગે કેફીયત આપતા હોય જેમાં વિગતવાર પુછપછર કરતા પોતે ગુન્હો કરેલાનુ કબુલાત આપેલ હોય જેથી મજકુર મહીલાને જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૧૨૮/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૯૪, ૧૨૦(બી), ૧૧૪ મુજબના ગુન્હાના કામે અટક કરવાના હોય પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે કોવીડ – ૧૯ ના ટેસ્ટ કરાવ્યા બાદ જ અટક કરી શકાય તેમ હોય જેથી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી થવા માટે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી અપેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર  જે.એમ.ચાવડા તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.ડી.પરમાર તથા એ.એસ.આઇ. મહંમદભાઇ બ્લોચ, પોલીસ હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોતીભા, પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ, મહાવિરસિંહ બળવંતસિંહ વિગેરે જોડાયેલ હતા.

(12:52 pm IST)
  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST