Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મોદીજી યુવા સંગઠનના નામે જામનગરમાં મહિલાઓને ફ્રી શીલાઈ મશીન આપવાના નામે રૂ.૭૩ હજારની છેતરપીંડી અમદાવાદના શખ્સ સામે પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હર્ષાબેન પ્રફુલભાઈ રાવલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૦ના અંબાજીના ચોકમાં નાગનાથ ગેઈટ આયુર્વેદીક સોસાયટી, જામનગરમાં આરોપી યુવરાજસિંહ જુંજીયા, રે. અમદાવાદવાળો  ફરીયાદી હર્ષાબેનના મોબાઈલ પર  મોદીજી યુવા સંગઠન નામે બી.જે.પી. ના લોગો વાળુ બનાવટી લેટર પેડ ઠગાઈ કરવાના હેતુથી બનાવી ફરીયાદી હર્ષાબેન તથા અન્ય સાહેદોને ફ્રીમાં સીલાઈ મશીન સંગઠન મારફતે વિતરણ થવા અંગેની સ્ક્રીમ અંગે જણાવી વિશ્વાસમાં લઈ અને એક મહિલા લાભાર્થી દીઠ રૂ.રપ૦/– ભરવાનું નકકી કહી કુલ રૂ.૭૩,પ૦૦/– આંગડીયા મારફતે મેળવી આ લાભાર્થી બહેનોને સીલાય મશીન દેવા ન આવી ફરીયાદી હર્ષાબેન તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરાયુ

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પર્થીકભાઈ રાજેશભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૦–ર૦ર૦ના ફરીયાદી પર્થીકભાઈની રોયલ બુલેટ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૩–એચ–૪૦૩૮ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/– જે ફરીયાદી પર્થીકભાઈએ એમ.પી.શાહ ગર્વ મેડીકલ કોલેજ હોસ્ટેલ નં.પના પાર્કીગમાં પાર્ક હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ચાર બોટલ સાથે ઝડપાયો

પંચકોશી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૦ના ફલ્લા ગામે આરોપી સલીમભાઈ ઉર્ફે વસીમ દાઉદભાઈ પઠાણ, રે. અલીયાબાળા ગામવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નગ–૪ કુલ કિંમત રૂ.ર,૦૦૦/ નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

દારૂના જથ્થા સાથે મોટરકાર ઝડપાઈ : ચાલક ફરાર

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાખાભાઈ લખમણભાઈ સોઢીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૦ના ધ્રોલ રાજકોટ હાઈવે, આશાપુરા હોટલ સામે રોડ પર આરોપી હોન્ડા સીટી ફોર વ્હીલ કાર ગાડી નં. એમ.એચ–૦૧–એમ.એ.–૬૭૪ર વાળીના ચાલકે ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ મેકડોવેઇલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી બોટલ નંગ–૧ર૯, કિંમત રૂ.૬૪,પ૦૦/– તથા ટ્રબોગ સ્ટ્રોનંગ પ્રિમીયર બીયર ટીન નંગ–૯૧ કિંમત રૂ.૯,૧૦૦/– ની પોતાની હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડીમાં રાખી હેરાફેરી કરી ગાડી જેની કિંમત રૂ.૬૦,૦૦૦/– ગણી તથા નોકીયા કંપનીનો સાદો મોબાઈલ કિંમત રૂ.પ૦૦/– ગણી કુલ મુદામાલ રૂ.૧,૩૪,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા કાર ચાલક ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીેસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શોક લાગતા યુવાનનું મોત

ધ્રોલ તાલુકાના હરીપર ગામે રહેતા દામજીભાઈ કરમશીભાઈ ભંડેરી, ઉ.વ.૭પ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર રાજેશભાઈ દામજીભાઈ ભંડેરી, ઉ.વ.૪૧, રે. હરીપર ગામવાળા તથા તેમના સાળા બંન્ને મરણજનાર રાજેશભાઈની વાડીએ આટો મારવા જતા વાડીએ આવેલ સબ–સ્ટેશન (ટી.સી.) ના થાંભલાને મરણજનાર રાજેશભાઈનો હાથ અડી જતા ઈલેકટ્રીક શોક લાગતા પડી જતા બેભાન થઈ જતા સારવારમાં ધ્રોલ  સી.એચ.સી. ખાતે લાવતા મરણ ગયેલ છે.

સાસુ–નણંદ અને પતિના ત્રાસથી પરિણીતાએ આયખું ટુકાવ્યું

લાલપુર પોલીસ સ્ટેશનમાં નગાભાઈ રામાભાઈ કંડોરીયા એ ફરીયાદ નોંધાવી કે, તા.રર–૧૦–ર૦ર૦ના નાના ખડબા વાડી વિસ્તારમાં ફરીયાદી નગાભાઈની પુત્રીના લગ્ન આરોપી દિપક નારણભાઈ કરંગીયા સાથે આજથી સાડા ત્રણેક વર્ષ પહેલા થયેલ હોય અને લગ્નના થોડા સમય પછી જ મરણજનારના સાસુ આરોપી ઉજીબેન નારણભાઈ કરંગીયા તથા નણંદ જોષનાબેન નારણભાઈ કરંગીયા ઘર કામ બાબતે મેણાટોણા મારતા હોય તેમજ મરણજનાર તેના પતિ સાથે જામનગર ખાતે રહેવા માંગતા હોય જે બાબતે ખોટા વાક કાઢી આરોપીઓ દિપક નારણભાઈ કરંગીયા, ઉજીબેન નારણભાઈ કરંગીયા, જોષનાબેન નારણભાઈ કરંગીયા એ મરણજનારને જામનગર રહેવા ન લઈ જવા પડે તે માટે અવાર–નવાર માનસીક દુઃખ ત્રાસ મારકુટ કરી તથા આરોપીઓ મરણજનાર સાથે અબોલા રાખી એકબીજાની મદદગારી કરી મરણજનારને ઝેરી દવા પી આપઘાત કરવા મજબુર કરી ગુનો કરેલ છે.

(12:52 pm IST)
  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST

  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી)એ મોટાપાયે દરોડા શરૂ કર્યાનું જાણવા મળે છે access_time 12:51 pm IST