Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કચ્છના નલીયા કરતા રાજકોટમાં ઠંડી વધુ

રાજકોટમાં ૧૪.૫, નલીયામાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન : ઠંડા પવન સાથે અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઉંચે ચડ્યો

રાજકોટ,તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ઠંડા પવનનો ફુંકાઇ રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન નલીયા કરતા નીચુ રહ્યુ હતું. કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી રહ્યું હતું. જ્યારે  રાજકોટમાં ૧૪.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ઠંઠા પવનો ફુંકાય રહ્યા છે જો કે લઘુતમ તાપમાનનો પારો સ્થિર છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ સહિતે સોરઠમાં આજે ઠંડીનું પ્રમાણ નહિવત રહ્યું હતું. જૂનાગઢ ખાતે ગઇ કાલે લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો એક ડિગ્રી ઉપર ચડીને ૨૦ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ નહિવત થઇ ગયું હતું.

છેલ્લા બે દિવસથી ફુકાતો પવન આજે પણ યથાવત રહ્યો છે. ગઇ કાલે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૩ કિ.મીન. હતી. આજે સવારથી ૮.૭ કિ.મીની ઝડપે પવન ફુંકાય રહ્ય હોય જનજીવનને અસર થઇ છે.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા રહ્યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું આજનું હવામાન ૨૭ મહતમ, ૧૭.૫ લઘુતમ , ૬૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૨૨.૨૨)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૮.૩

,,

ડીસા

૧૭.૨

,,

વડોદરા

૧૮.૨

,,

સુરત

૨૦.૮

,,

જૂનાગઢ

૨૦.૨

,,

જામનગર

૧૭.૫

,,

રાજકોટ

૧૪.૫

,,

કેશોદ

૧૬.૮

,,

ભાવનગર

૧૯.૬

,,

પોરબંદર

૨૦.૩

,,

વેરાવળ

૨૦.૪

,,

દ્વારકા

૧૯.૮

,,

ઓખા

૨૦.૫

,,

ભુજ

૧૫.૨

,,

નલીયા

૧૬.૦

,,

સુરેન્દ્રનગર

૧૬.૫

,,

ન્યુ કંડલા

૧૭.૩

,,

કંડલા એરપોર્ટ

૧૭.૦

,,

અમરેલી

૧૯.૦

,,

ગાંધીનગર

૧૫.૦

,,

મહુવા

૧૯.૧

,,

દિવ

૨૦.૨

,,

વલસાડ

૧૫.૫

,,

વલ્લભવિદ્યાનગર

૧૮.૦

,,

(12:58 pm IST)