Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગોંડલના માસૂમ બાળકને વેંચી નાંખનાર લૂંટેરી દુલ્હન સહિત ૪ના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ

ગોંડલઃ તસ્વીરમાં લૂંટેરી દુલ્હન તેના પતિ સાથે તથા પીએસઆઇ શ્રી ચૌહાણ સાથે બાળક નજરે પડે છે

રાજકોટ, તા.૨૭: ગોંડલમાં માસુમ બાળકને વેચી નાંખનાર લૂંટેરી દુલ્હન જયશ્રી ઉર્ફે પૂજા સહિત ૪ ના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે.

(ગોંડલ આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલ આવાસ કવાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયા ઉંમર વર્ષ ૩૪ ના લગ્ન ચાર વર્ષ પહેલા રૂપિયા ૨૪૦૦૦૦ માં ગોંડલ નાં ખોડીયારનગર માં રહેતી રમાબેન કાંતિલાલ વ્યાસ,વીરપુર માં રહેતી રજિયાબેન અને મહારાષ્ટ્ર રહેતાં સોનુ રાજેન્દ્ર પાઈકરાવ એ મહારાષ્ટ્ર ની જયશ્રી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે કરાવ્યા હતા લગ્નજીવન દરમિયાન પુત્ર નો જન્મ પણ થવા પામ્યો હતો. અજયભાઈ નું જીવન પત્ની અને પુત્ર સાથે ખુશહાલ હતું.પરંતુ દોઢ વષઁ પહેલાં અજયભાઈ ની ગેરહાજરી માં જયશ્રી ઉર્ફે પૂજાને તેનો મળતીયો સોનુ રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળક સાથે લઈ જતા ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી અને આ ફરિયાદની હાઇકોર્ટમાં મેટર થતાં સિટી પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને ફરી રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની સાથે નાં વચેટિયા ના સગડ મેળવી બંનેને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.જેમાં માત્ર રૂપિયા ૪૦૦૦૦ માં માસુમ બાળક દિવ્યેશ (ઉંમર વર્ષ ૩) ને મુંબઈમાં વહેંચી નાખ્યા નું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સીટી પીઆઇ એસએમ જાડેજાએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર પીએસઆઇ આર ડી ચૌહાણ, રાજદીપ સિંહ ચુડાસમા સહિતની પોલીસ ટીમને તપાસ અર્થે મુંબઇ રવાના કર્યા હતા અને ત્યાં પીએસઆઇ ચૌહાણ ને જાણવા મળ્યું કે માસુમ બાળક તમિલનાડુના કોઇમ્બતુર થી ૯૦ કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે છે પોલીસ પ્લેન મારફત તમિલનાડુ પહોંચી સ્થાનીક પોલીસની મદદ લઇ આઠ દિવસ ની દોડધામ ને અંતે માસુમ બાળક પાસે પહોંચી હતી અને ગોંડલ થી માસૂમ બાળકના પિતા ને રાતોરાત તાબડતોબ બોલાવી બાળક નો કબજો સોંપ્યો હતો.દોઢ વરસ થી પત્ની અને બાળક ને શોધવાં દિવસ રાત એક કરી રહેલાં અજયભાઇ ની આંખો માં પોતાનાં બાળક ને જોઈ અશ્રુની ધારા વહેતી થઇ હતી.બીજી બાજુ પત્ની એ પોતાને છેતરી હોવાનું દુખ પણ હતું.ગોંડલ પોલીસે પિતા પુત્ર નું મિલન કરાવી દુલ્હન નાં નામે ચાલતી છેતરપીંડી નો પર્દાફાશ કરી સરાહનીય ફરજ અદા કરી હતી.

આ પ્રકરણમાં પોલીસે લૂંટેરી દુલ્હન સહિત જ નો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે.

(11:46 am IST)