Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેગામ પાસે રાત્રી રોકાણ કરતી એસ.ટી. બસમાંથી ડીઝલની ચોરી

વઢવાણ તા. ૨૭ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે તસ્કરો બેફામ જિલ્લામાં બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધુ એક બનાવ સામે આવ્યો છે જયારે સુરેન્દ્રનગરથી દહેગામ મુકામે રાત્રી રોકાણ કરતી એસટી બસમાંથી ડિઝલની ચોરી થયા હોવાની ફરિયાદ એસટી ડ્રાઇવર દ્વારા નોંધાવવામાં આવી છે.

ભરતકુમાર મોતીભાઇ ગોહીલ રબારી ઉં.વ.૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે.લખતર ખારીયા શેરીએ ફરીયાદ નોંધાવેલ છે કે, દેગામ ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીના હવાલા વાળી સરકારી બસ નં.જીજે-૧૮-ઝેડ-૫૩૫૮ વાળી દિવસ દરમ્યાન રૂટમાં ફરી ને રાત્રી દરમ્યાન દેગામ મૂકામે નાઇટમાં રોકાયેલ હતા.

દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરી. ના હવાલાવાળી સરકારી બસ નું ડીઝલ ટેન્ક ના મીટર ના બોલ્ટ કાઢી નાખી ડીઝલ ટેન્ક માંથી ડીઝલ આશરે લીટર ૧૫૦ જેની કીં.રૂ.૧૨,૦૦૦ની કિંમત ના ડીઝલની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ. શ્રીઆર.જે.મીઠાપરા બજાણા (માલવણ) પો.સ્ટે.નાઓ કરે છે.

ચોટીલાના ઢોકળવા ગામની મોરપળા સીમમાં મારામારી

નાથાભાઇ સુખાભાઇ જોગરાજીયા ત.કોળી ઉં.વ ૫૫ ધંધો ખેતી રહે. ઢોકળવા ગામની મોરપળા સીમ તા.ચોટીલાએ ફરીયાદ નોંધાવેલ છે કે,ઢોકળવા ગામની ચરમાળીયો આરોપી (૧) વેલાભાઇ કુરાભાઇ ઝાપડીયા (૨)ધીરૂભાઇ હરજીભાઇ ઝાપડીયા (૩)મુકેશભાઇ ધીરૂભાઇ ઝાપડીયા (૪) ભુપતભાઇ વેલાભાઇ ઝાપડીયા રહે.બધા ઢોકળવા ફરીયાદીની પત્ની લીલાબેન ગઇ તા.૧૩/૧૧/૨૦૨૦ ના વાડીએ જતા હતા ત્યારે  આરોપી નં(૩) નાપોતાનુ ટ્રેકટર ઝડપ થી ચલાવી આવતો હોય જેથી ફરી ના પત્ની સાહેદલીલાબેનએ ટ્રેકટર ધીમુ ચલાવવાનુ કહેતા આરોપી નં(૩) નાએ ફરી ની પત્ની સાથે બોલાચાલી કરેલ હોય જેનુ મનદુખ રાખી આ કામના ફરીયાદી પોતાની વાડીએ જતા હોય ત્યારે રસ્તા ઉપર આરોપી નં(૧) નાએ ફરી ને ડાબા હાથના અંગુઠા ઉપર લાકડી મારી તથા આરોપી નં(૨) નાએ ફરીને કુહાડીની બુંધરાટી (ઉંધી કુહાડી) ડાબા પગના નળામાં મારી ફ્રેકચર ની ઇજા કરી ફરી નીચે પડી જતા આરોપી નં(૩) તથા (૪) નાઓએ ફરી ને શરીરે પગ માં તથા વાંસામાં લાકડી વતી માર મારીશરીરે નાની મોટી ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબત. તપાસપો.હેડ કોન્સ. ભરતસિંહ પરમાર નાની મોલડી પો.સ્ટે.નાઓ કરે છે.

(11:45 am IST)
  • કોંગ્રેસ નહીં ઓફિસને તાળાં મારી દેવાયા: પગાર ચૂકવો પછી જ અંદર આવો: લખનૌમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયને, કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા, પગાર નહી ચૂકવવાને કારણે તાળાબંધી કરવામાં આવી છે. બાકી નીકળતું વેતન ચૂકવાશે નહિ, ત્યાં સુધી, કોઈ પણ કોંગી હોદ્દેદારને ઓફિસમાં પ્રવેશવા દેવાશે નહિ, તેવી જાહેરાત access_time 10:49 am IST

  • પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે ઝટકા : ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુવેન્દુ અધિકારીએ રાજીનામુ આપ્યું : ધારાસભ્ય મિહિર ગોસ્વામીનું પણ રાજીનામુ : મિહિર ગોસ્વામી ભાજપમાં જોડાશે : રાજ્ય ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કોમેન્ટ ' તૃણમૂલના અંતનો આરંભ ' access_time 8:27 pm IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST