Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉપલેટામાં ચક્કાજામ - ૩૨ આગેવાનો - ખેડૂતોની અટકાયત

 ઉપલેટા : દેશના પ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોએ રાષ્ટ્રીય હડતાલ જાહેર કરેલ હતી. અખીલ ભારતીય કિશાન સભા સહિતના ખેડૂત સંગઠનો ત્રણ કાળા કાયદાઓ પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યા છે તે ઉપરાંત સ્વામીનાથન કમિટિની ભલામણ મુજબ ખેતી ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ આપો વૃધ્ધ ખેડૂત ખેતમજુરને માસીક રૂ. ૬૦૦૦ પેન્શન આપો તેમજ ટ્રેડ યુનિયનના કામદાર કર્મચારીઓ જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ બંધ કરો. લઘુત્તમ વેતન રૂ. ૨૧૦૦૦ની માગણી મજુરો કરી રહ્યા છે વિગેરે માગણી માટે રાષ્ટ્રીય હડતાલ પાળી હતી. ગુજરાત કિશાનસભાના રાજકોટ જિલ્લા સમિતિએ ઉપલેટામાં સરકારની નીતિનો વિરોધ કરવા ચક્કાજામ સત્યાગ્રહ કરેલ હતો. ચક્કાજામ કરવા જતા ખેડૂતોને રોકતા રાજમાર્ગમાં જ ખેડૂતોએ ચક્કાજામ કરી દીધો હતો. સેંકડો ખેડૂતો ચક્કાજામ કરીને બેઠા હતા તેમાંથી ૩૨ જેટલા ખેડૂતો અને આગેવાનોની અટકાયત કરાઇ હતી. ગુજરાત કિશાનસભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઇ ગજેરા, ખીમભાઇ આલ, દિનેશભાઇ કંટારીયા, કાંતિભાઇ સોલંકી, વિનુભાઇ ઘેરવડા સહિતના આગેવાનો - કાર્યકરોની ધરપકડો થઇ હતી. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ,  ઉપલેટા)

(11:39 am IST)
  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST