Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉના : સરપંચની ચૂંટણીના મનદુઃખથી ડબલ મર્ડર કેસમાં ર આરોપીઓને આજીવન કેદ : ૧ર આરોપીઓનો નિર્દોષ છૂટકારો

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ર૭ : તાલુકાના સૈયદ રાજપરા ગામે પાંચ વરસ ને પાંચ મહિના પહેલા સરપંચની ચૂંટણીના મનદુઃખના ઝગડામાં થયેલ ડબલ મર્ડર કેસમાં બે આરોપી રમેશ રણશી રાઠોડ તથા ભીમા રણશી રાઠોડને આજીવન કેદ તથા પ-પ હજાર દંડની ઉનાની એડીશનલ સેસન્સ કોર્ટના જજશ્રી ત્રિવેદીએ ફરમાવી છે. ડબલ મર્ડર કેસમાં બાકીના ૧૩ આરોપીમાં ૧નું અવસાન થતાં ૧ર આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો.

ઉનાના તાલુકાના સૈયદ રાજપરા ગામે તા.ર૧-૬-ર૦૧પના રોજ સાંજના સમયે સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં દેવીબેન કરશન બાંભણીયા વિજેતા બનેલ તે બાબતના મનદુઃખ રાખી સૈયદ રાજપરા ગામના રમેશ રણસી રાઠોડ, ભીમા રણશી રાઠોડ, નાનુ રણશી રાઠોડ સહિત ૧પ લોકોએ એક સંપ કરી ગેરકાદેસર મંડળી રચી તલવાર, છરી, લોખંડના પાઇપ, લાકડી વતી હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ઉના પોલીસમાં દિનેશ કિશનભાઇ બાંભણીયાએ નોંધાવી હતી. ખુની હુમલામાં કિશનભાઇ લાખાભાઇ બાંભણીયા તથા ફરીના કાકા, ગભરૂભાઇ લાખા બાંભણીયાનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.

આ અંગે પોલીસે કલમ ૩૦ર તથા વિવિધ કલમ લગાડી આરોપીઓને ધરપકડ કરી હતી. આ હુમલામાં દેવીબેન કિશન બાંભણીયાને પણ ઇજા થઇ હતી. આ અંગેની ચાર્જશીટ ઉના કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને કેસ ઉનાની અડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલેલ હતો. 

ફરીયાદ પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલએ ફરીયાદી, સાહેદ, પોલીસ અધિકારી, ડોકટરોની જુબાની લઇ અને એફ.એસ.એલ. રીપોર્ટ તથા પુરાવા રજુ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવા ધારદાર દલીલો કરી હાઇકોર્ટના ચુકાદા રજુ કર્યા હતાં.

આ કેસ ચાલ્યો તે દરમ્યાન એક આરોપી નાનુ રણશી રાઠોડનું અવસાન થયું હતું એક આરોપીની સામે પોલીસે તપાસ દરમ્યાન નામ નિકળી ગયું હતું. ઉનાની એડીશનલ સેસન્સ કોર્ટના જજશ્રી ડી.એસ. ત્રિવેદીએ ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષના વકીલોની દલીલો, પુરાવા ધ્યાને રાખી આરોપી રમેશ રણશી રાઠોડ, ભીમા રણશી રાઠોડ રે. સૈયદ રાજપરા વાળાને દોષત ઠેરાવી આજીવન કેદની રજા તથા રૂ. પાંચ-પાંચ હજાર રૂપિયા દંડની સજા આપી હતી. તેમજ ૧૧ આરોપી સામે ગુનો સાબતી થતો ના હોય શંકાનો લાભ લઇ નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે. આરોપી પક્ષે વિદ્વાન વકીલ મધુભાઇ મહેતા તથા સંજયભાઇ એસ. સ્માર્ત, એમ.જી. વકીલએ આરોપીઓ વતી રોકાયેલ છે.

(11:37 am IST)
  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • કોંગ્રેસ નહીં ઓફિસને તાળાં મારી દેવાયા: પગાર ચૂકવો પછી જ અંદર આવો: લખનૌમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયને, કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા, પગાર નહી ચૂકવવાને કારણે તાળાબંધી કરવામાં આવી છે. બાકી નીકળતું વેતન ચૂકવાશે નહિ, ત્યાં સુધી, કોઈ પણ કોંગી હોદ્દેદારને ઓફિસમાં પ્રવેશવા દેવાશે નહિ, તેવી જાહેરાત access_time 10:49 am IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST