Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગીર ગઢડાના ઇટવાયામાં આંધણી ચાકળ જાતિના ૩ સાપ સાથે ઝડપાયેલ શખ્સને ૬ દિવસની રિમાન્ડ

(નવીન જોષી - નિરવ ગઢીયા દ્વારા) ઉના તા. ર૭ :.. ગીર પૂર્વ વન વિભાગ જશાધાર રેન્જનાં આર. એફ. ઓ. ત્થા સ્ટાફે ઇટવાયા ગામેથી જગદીશ વાડોદરીયા નામના શખ્સ પાસેથી આંધળી ચાકળ નામની જાતીનાં ૩ સાપ રૂ. ૭પ લાખનાં પકડી પાડી આંતર રાજય, આંતરરાષ્ટ્રીય રેકટ પકડી પાડયંુ છે અને આરોપીને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ૬ દિવસની રીમાન્ડ મંજૂર થઇ છે.

ગીર પૂર્વ વન વિભાગનાં ડીસીએએફ અંશુમન શર્મા, એસીએ એન. જે. પરમારનાં માર્ગદર્શન હેઠળ જશાધાર રેન્જમાં આર. એફ. ઓ. જે. જી. પંડયા ત્થા સ્ટાફે બાતમીના આધારે ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે રહેતા જગદીશ મનુ વાડોદરીયા ઉ.૪૦ ને ઘરે રેડ પાડી દબોચી લઇ ઘરમાં રાખેલ આંધળી ચાકળ પ્રજાતિનાં સાપ નંગ ૩ પકડી પાડયા હતા અને આરોપીની પુછપરછ કરતાં આ સાપનાં એકનાં રૂ. રપ લાખ મળવાના હતા એટલે ૩ સાપનાં  ૭પ લાખ કોને આપવાનાં હતાં તે અંગે માહીતી મેળવવા ગીરગઢડા કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતાં જજશ્રીએ ૬ દિવસની રીમાન્ડ મંજૂર કરી હતી. આ શખ્સ કોની સાથે સોદો કર્યો હતો ? કો કેવી રીતે આપવાનો હતો ? તે પુછપરછ ચાલુ છે.

આ અંગે વન વિભાગનાં અધિકારીએ માહિતી આપી હતી કે આ સરીસૃપ જાતિ બંબોઇ જાતિનો બે મોઢાવાળો સાપ છે. તેની આંખો ચામડીના રંગ સાથે મિક્ષ થઇ જતાં તેમને આંધળી ચાકણ તરીકે પણ ઓળખાઇ છે. અંગ્રેજીમાં સેન્ડ બોસ તરીકે ઓળખાય છે. આ જાતિનાં સાપ રણ પ્રદેશમાં રેતીમાં જોવા મળે છે. અને માન્યતા મુજબ આ સાપનો ઉપયોગ મેલી વિધા ત્થા શકિત વર્ધક દવાના ઉપયોગમાં લેવાય છે.

આ સાપ તેની પાસે કયાંથી આવ્યા ? અત્યાર સુધીમાં કેટલા સાપ પકડી કોને કોને કયાં કેટલામાં વેચેલ છે ? તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. આ કામ એકલાનું નથી. આ સાપ બિન ઝેરી હોવાનું જણાવેલ છે. આમ વન વિભાગનાં સર્તકતાથી સાપ વેચવાનું આંંતર રાષ્ટ્રીય રેકટ તો પર્દાફાસ કરેલ છે. ૩ આંધની ચાકળ સાપને  જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

(11:36 am IST)