Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મોરબીમાં અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ

 મોરબીઃ કોંગ્રેસના ચાણકય નેતા રાજય સભાના સાંસદ સ્વ.અહેમદ પટેલને આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા કોંગેસ કાર્યલય ખાતે પુષ્પાંજલિનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો અને કોંગેસ અગ્રણી જયતીભાઈ પટેલ, કે ડી પડસુમબીયા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ આપી હતી. તે તસ્વીર. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ -મોરબી)

(9:43 am IST)
  • લાલુનો જેલવાસ ૧૧ ડિસેમ્બર સુધી લંબાયો : આરજેડી પક્ષના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને આજે ફરી જામીન મળ્યા નથી : ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે : તેમની જામીન અરજીની સુનાવણી હવે ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે access_time 1:08 pm IST

  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST