Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જામનગર સિવિલમાં ખાસ લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન

 જામનગરઃ  ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલખાતે જિલ્લા સમાહર્તા શ્રી રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું દ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર  રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસરશ્રી બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:43 am IST)