Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પોરબંદર જિલ્લા કલેક્ટરને 10 હજારની પેનલ્ટી ભરવાનો હાઇકોર્ટનો હુકમ :કલેક્ટરને પેનલ્ટી થયાનો પ્રથમ કિસ્સો

બળેજ ગામમાં લીઝ મળવા બાબતે મંજૂરી મળવા છતાં વિલંબ કરતા અરજદારે હાઇકોર્ટ રીટ હાઇકોર્ટના હુકમનું પણ પાલન નહીં : બીજીવાર રીટ કરાઈ : બબ્બેવાર હુકમનું પાલન નહીં કરતા કન્ટેમ ઓફ કોર્ટ કરેલ હોવાનું જવાની હાઇકોર્ટે પેનલ્ટી ફટકારી

પોરબંદર જિલ્લા કલેક્ટરને 10 હજારની પેનલ્ટી ભરવાનો હાઇકોર્ટનો હુકમ થયો છે પોરબંદર જિલ્લો બન્યા બાદ જિલ્લા કલેક્ટરને  પેનલ્ટી થયાનો પ્રથમ કિસ્સો  છે

બળેજ ગામમાં લીઝ મળવા બાબતે  મંજૂરી મળવા છતાં વિલંબ કરતા અરજદારે હાઇકોર્ટ માં રીટ દાખલ કરાઈ હતી  હાઇકોર્ટના હુકમનું પણ પાલન નહીં  કરતા બીજીવાર રીટ કરાઈ હતી જેનો પણ હુકમનું પાલન નહીં થયાનું જણાયું હતું આમ  બબ્બેવાર હુકમનું પાલન નહીં કરતા કન્ટેમ ઓફ કોર્ટ કરેલ હોવાનું જવાની હાઇકોર્ટે પેનલ્ટી ફટકારીછે 

(11:01 pm IST)