Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ટંકારાના સાવડીમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો : ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા

મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં મોકલ્યો

ટંકારાના સાવડી ગામે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે જેને પગલે પોલીસ દોડી ગઈ હતી ટંકારા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  ટંકારા તાલુકાના સાવડી ગામે વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ ઉ.વ.62નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ગળા ઉપર ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સાથે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક અર્થે ખસેડયો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ બનાવની હકકિત સામે આવશે તેમ જાણવા મળ્યું છે

(12:41 am IST)