Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધારીના હરીપરા ગામનાં ખેડૂતે વ્‍યાજખોરનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી

અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

ધારી નજીક આવેલ હરીપરામાં રહેતા અને ખેતીકામ કરતાં બાલુભાઈ વલ્‍લભભાઈ ગોધાત નામના પપ વર્ષીય ખેડૂતે અગાઉ પ જેટલા ઈસમો પાસેથી નાણા વ્‍યાજે લીધા હતા અને બાદમાં તે નાણા ચુકવી દીધા હોવા છતાં વ્‍યાજે આપનારા લોકો ચક્રવૃઘ્‍ધિ વ્‍યાજનાં નાણાની ઉઘરાણી કરતાં હોય. તેનાથી કંટાળી જઈ પોતાની મેળે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે અત્રેનાં ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયા છે. આ બનાવ અંગે ધારી પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(2:18 pm IST)