Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમરેલીમાં સફાઇ કામદારોના પ્રશ્ને હવે ૩૦ મીએ પ લોકો આત્મવિલોપન કરશે

અમરેલી તા. ર૭ : પાલીકાના છુટા કરવામાં આવેલા ૧૭૬ સફાઇ કામદારોને ફરીથી નોકરી પર લેવા માટે ચાલી રહેલા આંદોલન અંગે બેઠક યોજાઇ હતી જેમાં ગરમાં ગરમી ભરી ચર્ચાઓ બાદ હવે ૩૦મીએ પાંચ લોકો દ્વારા આત્મ વિલોપન કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આમ છતા પોલીસ દ્વારા પાલીકા ફરતે દિનભર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સફાઇ કામદારોના એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ કામલીએ જણાવ્યું કે, અમરેલી પાલીકાના ૧૭૬ સફાઇ  કામદારોને ફરીથી નોકરી પર લેવાની માગણી સાથે છ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. છતાં હજુ સુધી કોઇ જ નિરાકરણ આવ્યું નથી હોદેદારો દ્વારા આત્મ વિલોપન કરવાની ચિમકી અપાયા બાદ અમરેલી પાલીકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા તાત્કાલીક વાટાઘાટો માટે બેઠક બોલાવવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે મળેલી આ બેઠકમાં ગરમાગરમી ભરી ઉગ્ર ચાર્ચાઅ થઇ હતી અને આમ છતા પાલિકા દ્વારા કામદારોને નોકરી પર લેવાની ખાતરી ન અપાતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને મૂખ્ય અધિકારી દ્વારા સમય મગાતા આત્મ વિલોપનનો કાર્યક્રમ ત્રણ દિવસ પછી કરવાનૂં કરવામાં આવ્યું હતું હવે બે નહી પણ પાંચ લોકો સામુહીક રીતે આત્મ વિલોપન કરશે અને જયાં સુધી તમામ કામદારોને નોકરીમાં લેવામાં ન આવ ેત્યા  સુધી કામદારો લડી લેવાના મુડમાં છે અને પોતાની જાન આપતા પણ ખચકાશે નહી આત્મ વિલોપનની ચિમકી હોવાથી અમરેલી શહેર પોલીસ દ્વારા પાલિકાના પ્રવેશદ્વાર પાસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ તથા ફાયર ફાયટરને પણ આખો દિવસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા.

(1:13 pm IST)