Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ખંભાળિયાના રામનગરમાં ગોૈચરની જમીનમાંથી ખનિજ ચોરી કરતાં શખ્સો વિરૂધ્ધ તપાસના આદેશ : ઝડપાયેલા વાહનો પોલીસ મથકે લઇ જવાતાં રસ્તામાંથી નાશી છુટયા : ફરીયાદ નોંધવા તજવીજ

ખંભાળિયા તા ૨૭  : રામનગર વિસ્તારમાં ગોૈચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરી પરિવહન કરતાં હોવાની જાણ એસડીએમને થઇ હતી, મળેલી હકિકતના આધારે એસડીએમ ગત રાત્રીના સ્થળ તપાસ કરતાં ગેરકાયદેસર ખનિજ ચોરી કરી પરિવહન કરતા વાહન ચાલકોને વાહનો સાથે ઝડપી લીધા હતા. ચારેય વાહનોને પોલીસ મથકે લઇ જવામાં આવતાં હતાં ત્યારે આ વાહનો રસ્તામાંથી નાશી છુટતાં તમામ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.

માહીતી મુજબ રામનગર સર્વે નં. ૧૧૦ની ગોૈચરની જમીનમાંથી રાત્રીના સમયે કેટલાક શખ્સો ગેરકાયદેસર ખનન કરી પરિવહન કરતાં હોવાની જાણ ખંભાળિયા એસડીએમ ડી.આર. ગુરવને થતાં ગત રાત્રીના બે વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચી તપાસ કરતાં ખનન કરી પરિવહન કરવા માટે રાખવામાં આવેલ જીજે-૧૦-એમ-૨૨૦૫ નંબરનું જેસીબી, જીજે-૧૦ ૭૦૭૧ નંબરનું ટ્રેકટર, ટાટા ૪૦૭, ડમ્પર બે જેનાં નબર જીજે-૧૦-૬૭૬૮ તથા જીજે-૧૦-યુ ૮૩૩૪ મળી કુલ ચાર વાહનો ઝડપાયા હતા. જેમાંથી હાજર ૩ વાહનના ડ્રાઇવર/માલીકનું નિવેદન લઇ વાહનો સિઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી કતાં સ્થળ પર અજાણ્યા ૧૦ થી ૧૨ શખ્સો આવી જતાં એસડીએમ ગુરવ તથા સાથે અન્ય બે જ કર્મચારી હોવાથી ઝડપાયેલા વાહનોને ખંભાળિયા પોલીસ મથકે લઇ જવા માટેનું કહેતા ં ચારેય વાહનો ભાણવડના પાટીયા સુધી સાથે રહયાં બાદ ત્યાંથી નાશી જતાં તમામ વાહન ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ કરવા માટે એસડીએમ ગુરવે પોલીસ મથકમાં બેસી તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે નાશી છુટેલા વાહન ચાલકો વિરૂધ્ધ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(1:10 pm IST)