Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મુળીના સરાના ખેડૂતની વિમા કંપની સામેની PLI હાઇકોર્ટે ગ્રાહ્ય રાખીઃ ૧૭ મીએ સુનાવણી

સુરેન્દ્રનગરના મુળીના સરા ગામના ખેડૂતની જીત : હાઇકોર્ટના ચીફ જસ્ટીસે વિમા કંપનીને નોટીસ કાઢીઃ ખેડૂતોમાં હર્ષની લાગણી

વઢવાણ : ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસ મેઇન કોર્ટના વિક્રમનાથના હુકમથી સરકાર અને વિમા કંપનીઓને આગામી તા. ૧૭-૧ર-ર૦૧૯ ના રોજ નોટીસ મોકલી છે. તમામને જવાબ ફાઇલ કરવા માટે જણાવ્યું છે જે ખેડૂતોની જીત તરફના સંકેત છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

આ કેસની વિગત જોઇએ તો મુળી તાલુકાના સરા ગામની અરજદાર કાંતીભાઇ જગજીવનભાઇ વરમોરા એ ર૦૧૭-૧૮ ના પાક વિમા કંપનીઓએ નાણા ન ચુકવતાં હાઇકોર્ટેમાં પી. આઇ. એલ. દાખલ કરી હતી. ન્યાય અપાવવા રજૂઆત કરેલ.

અરજદાર કાંતીભાઇએ (૧) એસ. બી. આઇ. જનરલ ઇન્સ્યોરન્સ કંપની (ર) ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર ડેપ્યુટી (૩) ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર તથા (૪) ગુજરાત સરકાર સામે રીટ પીટીશન પી. આઇ. એલ. દાખલ કરેલ. ૧૬૯/ર૦૧૯ ના નંબરથી તેમાં હાઇકોર્ટે તમામનો ઉઘડો લીધેલ છે અને ટૂંકી મુદત આપી જવાબ રજૂ કરવા અને હાજર રહેવા હુકમ કરેલ છે.

પાક વિમાના  નાણા ન મળવા સંબંધીત આ પીએલઆઇને હાઇકોર્ટ અગત્યના સમજી આ કામના સામાવાળાને ટૂંકી જ મુદત આપી જવાબ રજૂ કરવાનો આદેશ ફરમાવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી સાથે હવે તેમને ન્યાય મળશે તેવી આશા જાગી છે.

(1:08 pm IST)