Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીના ખરેડા ગામે પરપ્રાંતીય યુવાનની હત્યા કરનાર ઠાકુરસિંગના રીમાન્ડ મંગાયા

બાળકોને ઠપકો આપવા બાબતે થયેલ ઝઘડામાં સતીષને પતાવી દીધો' તો.

તસ્વીરમાં પકડાયેલ આરોપી સાથે પોલીસ કાફલો નજરે પડે છે (તસ્વીર.પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૨૭: મોરબીના ખરેડા ગામે બાળકને ઠપકો આપવા બાબતે થયેલ ઝઘડામાં પરપ્રાંતીય યુવાનને પતાવી દેનાર પરપ્રાંતીય શખ્સને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

મોરબીના ખરેડા ગામની સીમમાં રહેતા સતીષ પરમાર નામના યુવાનને રાત્રીના સુમારે ધાતિયાના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. તેમજ તેની પત્નીને ઇજા પહોંચી હતી જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના પીએસઆઇ આરએ જાડેજાની ટીમે આરોપી ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ આદિવાલી (ઉવ.૩૫ રહે ખરેડા સીમ મૂળ એમપીવાળાને ઝડપી લીધો હતોે પકડાયેલ ઠાકુરસિંગે બાળકને ઠપકો આપવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી સતીષને પતાવી દીધાની કબુલાત આપી હતી. પકડાયેલ ઠાકુરસિંગને આજે રિમાન્ડ અને કોર્ટમાં રજુ કરાનાર છે.(

(1:06 pm IST)