Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફુલગુલાબી ઠંડી

મોડી રાત્રીના-વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણઃ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ઠંડકની અસર

રાજકોટ તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.અને લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છ.ે

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે અને ત્યારબાદ આખો દિવસ ગરમીની અસર અનુભવાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પાકને પાણી પીવડાવવામા આવતુ હોવાથી અને ખુલ્લા વિસ્તારો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ થઇ રહી છે.

આજે સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયા ૧૬ ડિગ્રી રહ્યું છે. જયારે રાજકોટમાં ૧૮.ર ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગરઃ આજનું હવામાન ર૮.પ મહત્તમ ર૧ લઘુતમ પ૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૧૬)

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

ભેજનું પ્રમાણ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૭૭ ટકા

૧૮.૮ ડિગ્રી

ડીસા

૬૧ ટકા

૧૯.૦ ડિગ્રી

વડોદરા

૭૯ ટકા

ર૦.૦ ડિગ્રી

સુરત

૮ર ટકા

ર૩.૦ ડિગ્રી

રાજકોટ

૬૦ ટકા

૧૮.ર ડિગ્રી

ભાવનગર

૭૯ ટકા

ર૧.૧ ડિગ્રી

પોરબંદર

૪૬ ટકા

રર.ર ડિગ્રી

વેરાવળ

૭૪ ટકા

રર.૦ ડિગ્રી

દ્વારકા

૬ર ટકા

રર.પ ડિગ્રી

ભુજ

પર ટકા

૧૮.૪ ડિગ્રી

નલીયા

૭૧ ટકા

૧૬.૮ ડિગ્રી

ગાંધીનગર

૭૯ ટકા

૧૮.૮ ડિગ્રી

જામનગર

પ૯ ટકા

ર૧.૦ ડિગ્રી

દિવ

૮૩ ટકા

ર૦.૩ ડિગ્રી

(1:02 pm IST)