Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજય કક્ષાની માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં જુનાગઢના સિનીયર સીટીઝન બ્રાહ્મણ દંપતીએ મેદાન માર્યુઃ ગોલ્ડ મેડલ મેળવ્યા

હવે નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવા મણીપુર ઇમ્ફાલ જશે

જુનાગઢ તા. ૭ :.. ઉપલેટામાં તા. ૧૬ અને ૧૭ નવે. ર૦૧૯ ના રોજ ગુજરાત રાજયના માસ્ટર એથ્લેટીકસ એસોસીએશન અને રાજકોટ જિલ્લા રૂરલ એથ્લેટીકસ એસોસીએશન ટ્રસ્ટ દ્વારા ઉપલેટામાં મ્યુનિસીપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં ૩૯ મી એથ્લેટીકસ સ્પર્ધા યોજાયેલ જેમાં ગુજરાતભરમાંથી ૩પ થી ૯૦ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેવા આવેલા જેમાં જૂનાગઢના સીનીયર સીટીઝન ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દંપતીએ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલો મેળવ્યો છે.

પીજીવીસીએલ. ના નિવૃત કર્મચારી ૭૩ વર્ષના શ્રી દિનેશભાઇ જે. જોષી એ ૭૦ પ્લસ વયની કેટેગરીમાં પાંચ કિલો મીટરની ઝડપી ચાલ સ્પર્ધામાં જોમ - જોશ દાખવી યુવાનોને પાછળ રાખી પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીતેલ છે. જયારે તેમના ધર્મપત્ની શ્રીમતી તરૂબેન ડી. જોષી એ ૬પ પ્લસ વયની કેટેગરીમાં પાંચ કિલો મીટરની ઝડપી ચાલ સ્પર્ધામાં જોમ-જોશ દાખવી પ્રથમ નંબરે વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ બચ્છી ફેંક સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ હાસલ કરેલ છે.

આ દંપતીની સિધ્ધિ બદલ ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ એસોસીએશનના પ્રેસીડેન્ટ તથા ચેરમેન તેમજ જનરલ સેક્રેટરી દ્વારા દંપતીને ગોલ્ડ મેડલો અને પ્રમાણ પત્રો આપી સન્માન કરવામાં અવેલ.

હવે આ દંપતી નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવા મણીપુર ઇમ્ફાઇલ જશે અને ત્યાં પણ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવે તેવી સર્વએ શુભેચ્છા પાઠવી છે.

આ દંપતીએ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનું અને ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ એસોસીએશનનું તેમજ સીનીયર સીટીઝન મંડળ જુનાગઢનું ગૌરવ વધારેલ છે.

(1:00 pm IST)