Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉના : રાવલ નદી પટ્ટમાંથી ૨૦ ટન રેતી ચોરી અંગે ૮ શખ્સો સામે ગુન્હો

ઉના તા ૨૭  :  ગીરગઢડા તાલુકાના છોકડવા ગામે રાવલ નદીના પટ્ટમાં રેતી ચોરી કરતા આઠ ટ્રેકટરમાં ૨૦ ટન રેતી કબજે કરી રૂા ૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરતાં પ્રાન્ત અધિકારીએ આઠ સામે અનીજ ચોરી ગુનો દાખલ કર્યોછે.

ઉના ના ગીરગઢડા તાલુકાના છોકડવા ગામની સીમમાં રાવલ નદીમાં રેતીની મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ઉના પ્રાંત કચેરીના પ્રાંત અધિકારી મહેન્દ્રભાઇ પ્રજાપતિ તથા ગીરગઢડા મામલતદાર, નાયબ મામલતદાર સ્ટાફ સાથે રેડ પાડવા સ્થળ ઉપર (૧) સુમીતભાઇ પાંચાભાઇ માળવી,રે. ધોકડવા ને પાંચ ટન રેતી (ખનીજ),(ર) યોગેશભાઇ જે. કાથરોટીયા, રે. ધોકડવાનો ટ્રેકટર, ટ્રોલી સાથે પ-ટન ખનીજ રેતી, (૩) મોહનભાઇ કરશનભાઇ ચોૈહાણ, રે. ધોકડવાને ટ્રેકટર-ટ્રોલી સાથે પ-ટન અનીજ રેતી, (૪) જીતેશભાઇ રાજાભાઇ ઝાલા, રે. ફાચરીયાને પ-ટન રેતી ખનીજ ભરેલ પકડી પાડેલ અન્ય ખાલી ટ્રેકટર તથા ટ્રોલી સાથે મહેન્દ્રસિંહ અહેન. ચાવડા,રે. ધોકડવા, કિશોર ભીખાભાઇ બલદાણીયા, રે. ધોકડવા, ભાવેશભાઇ આર. ચોૈહાણ રે. મોનસરવાળાનો પાસે રેતી ખન્ન કરવાની લીઝ પરમીટ માંગતા ન બતાવતાં કુલ આઠ ટ્રેકટર-ટ્રોલી-ઠ તથા ૨૦ ટન ખનીજ રેતી મળી કુલ રૂા ૪૦ લાખનોમુદ્દામાલ કબજે કરી ઉના લાવી ખનીજ ચોરી દાખલ કરવા કાર્યવાહી કરી છે. ખનીજ ચોરો ઉપર પ્રાંત અધિકારી ટીમ ત્રાટકતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

(12:06 pm IST)