Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગોંડલમાં ઇ-સ્ટેમ્પને બદલે બાકી મેન્યુઅલ સ્ટેમ્પ વેચાણનીઙ્ગમાંગણી

ગોંડલ તા.૨૭ : ઇસ્ટેમ્પ પેપર મેળવવા લોકોને મુશ્કેલી પડતી હોય તેવામાં ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ ચાલુ રાખવા આવે તો લોકોની મુશ્કેલીનું નિરાકરણ આવી શકે.

ઇસ્ટેમ્પ વેચાણમાં સરકાર દ્વારા કમિશન સાવ ઓછુ કરતા ઈસ્ટેમ્પ કોઇ સ્ટેમ્પ વેન્ડર્સ વેચતુ નથી તેથી ફરજીયાત મામલતદાર ઓફીસે લેવા જવુ પડે છે. આખા ગોંડલ શહેર તથા તાલુકામાં એક જ જગ્યાએ આ ઇસ્ટેમ્પ મળતા ત્યા લોકોનો ઘસારો જોવા મળે છે. વળી તેમા સર્વર ડાઉન થતા કલાકો સુધી રાહ જોવી પડે છે. આ સંજોગોમાં ફીઝીકલ સ્ટેમ્પ ફરીથી સ્ટેમ્પ વેન્ડર્સને વેચવામાં આવે તો લોકોને આ પરોજણમાંથી છુટકારો થાય વળી ઇસ્ટેમ્પનું વેચાણ ઓફીસ ટાઇમ દરમિયાન ઓનલાઇન નીકળતા હોય તો તે સમય દરમિયાન લાંબી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે.

સરકાર લોકોની મુશ્કેલી સમજીને તુરંત આ બાબતે ઘટતુ કરે તેવી રજૂઆત ગોંડલના સ્ટેમ્પ વેન્ડર્સ ગીરીશભાઇ રાવલે કરેલ છે.

(12:06 pm IST)