Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દીનદયાળ (કંડલા) પોર્ટ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થાઃ સંકુલમાં પ્રવેશ માટે કાર્ડ જરૂરી

કચ્છના દીનદયાળ (કંડલા) પોર્ટમાં નવા કોન્ટ્રાકટ સાથેની નવી સુરક્ષા વ્યવસ્થાના પ્રારંભે ચેરમેન એસ.કે મહેતા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીધામ,તા.૨૭: દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સિકયોરિટી કોન્ટ્રાકટ શિવા ઇન્ડસ્ટ્રીયલ સિકયોરિટી એજન્સી (ગુજ.) લિમિટેડ ને બે વર્ષના ગાળા માટે આપવામાં આવ્યો છે. આ અંગેનો વિસ્તૃત અનુભવ ધરાવતી સુરત બેઇઝડ એજન્સી દ્વારા ૫ સુપરવિઝન માટેના સ્ટાફ સહિત કુલ ૯૦ સુરક્ષા કર્મીઓ પોર્ટના પ્રશાસનિક ભવન, ગોપાલ પૂરી સહિત પોર્ટ હસ્તકની પ્રોપટી ખાતે સુરક્ષાની દેખરેખ રાખશે. જેથી દબાણ જેવી ગતિવિધિ ને રોકી શકાય અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની રહે. આં કોન્ટ્રાકટલાગુ થયો હતો છે. જેની શરૂઆત તમામ વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિ મા ચેરમેન ના હસ્તે કરાઇ હતી. પ્રશાસન દ્વારા પોર્ટના પ્રીમાઇસિસ મા પ્રવેશ કરતા તમામને આં સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અને પોતાના ઓળખ પત્ર દર્શાવવા જણાવાયું હતું.

ગોપાલ પુરીમાં શહેરીજનો ચાલવા અને ફિટનેસ માટે પણ ઉપયોગ લે છે, જે માટે ગેટ પાસેજ અલાયાદી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે અને તે માટેનો સમય પણ નક્કી કરાયો છે જેનું પાલન કરવા અને જયારે કોઈ સુરક્ષા કર્મી ઓળખ પત્ર માંગે તો તેને સુરક્ષા વ્યવસ્થાના નવા માળખાને લાગુ કરવા હેતુસર દર્શાવે તેવી અપીલ કરાઇ છે.ગોપાલ પુરીમાં બહારના વ્યકિતઓ માટે તેમજ વોકર્સ માટેનો સમયગાળોઃ સવારે ૫ થી ૯ અને સાંજે ૫ થી ૯ સુધીનો રહેશે. તેમ પોર્ટના પ્રવકતા જણાવે છે.

(12:05 pm IST)