Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બિલખામાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ : ૭૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢ : વિવિધ સેવાકીય અને સામાજીક કાર્યો સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને ઝાંઝનાથ મહાદેવ ફાઉન્ડેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે બિલખા મુકામે સર્વરોગ નિદાન મેગા કેમ્પમાં ૭૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જૂનાગઢના ૧૫ થી વધુ વિવિધ રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોએ વિનામુલ્યે સેવાઓ આપી હતી જયારે ચેલૈયાની જગ્યા તરફથી તમામ દર્દીઓને ભોજન અપાયો હતો.આ કેમ્પમાં હૃદયરોગ, ડાયાબીટીસ, થાઇરોઇડ, કિડની, ફેફસા વગેરે માટે ડો.ભરત ઝાલાવાડીયા અને ડો.જતીન સોલંકી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.નૈનેશ ઝાલાવાડીયા, બાળરોગ ડો.હર્ષા ગાધે, જનરલ સર્જન ડો.નિરવ સતાસીયા, હાડકાના ડો.યોગેશ ઠકકર અને ડો.શ્વેતલ ભાવસાર, ડો.જતીન વઘાસીયા, ડો.હાર્દીક સુવાગીયા, ચામડીના નિષ્ણાંત ડો.શ્યામ માકડીયા, ફેફસાના નિષ્ણાંત ડો.ચિંતન યાદવ, જનરલ ફીઝીશ્યન ડો.પિયુષભાઇ અગ્રાવત, ડો.ડોલી શીંગાળા, ફીઝીયોથેરાપીસ્ટ ડો.ચિરાગ પાનસુરીયા, ફાર્માસીસ્ટ વિવેક પાનેલીયા અને પ્રતિક રાબડીયા પોતાની સેવાઓ આપી હતી. બિલખાના સરપંચ મહેન્દ્રભાઇ નાગ્રેચાએ કેમ્પના આયોજન બદલ સંસ્થાનો આભાર વ્યકત કરી કામગીરીને બિરદાવી હતી. તેમજ પંથકના લોકો માટે કેમ્પ ઉપયોગી સાબિત થયો હોવાનુ જણાયુ હતુ. અગ્રણી ધનજીભાઇ ઠુંમર, જેરામભાઇ ઢોલરીયા, ઉકાભાઇ પટોળીયા, ડાયાભાઇ વિરાણી, હિતેશભાઇ કંટારીયા, કરશનભાઇ લુણાગરીયા, પિયુષભાઇ મહેતા, ઉષાબેન ધાડીયા, અનકભાઇ ભોજક, પુષ્પાબેન નાગ્રેચા, ભુરાભાઇ પત્રકાર, સમજુભાઇ સાબલપરા, જેરામભાઇ ઢોલરીયા, મનુભાઇ રામોલીયા, ભરતભાઇ વાળા, સંજયભાઇ રાવલ, ઘેલાભાઇ ઢોલરીયા, શાંતુબેન શાક, ગીરીરાજભાઇ ડાંગર, કુંભાભાઇ વકાતર વગેરે કાર્યક્રમમાં હાજર હતા. સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન બી.વઘાસીયા તથા ઝાંઝનાથ મહાદેવ ફાઉ.ના પ્રમુખ અનિલભાઇ સાબલપરાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(12:08 pm IST)