Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ૧ લાખ કરતા વધારે ગુણીની રેકોર્ડ બ્રેક આવક

ગોંડલ તા.૨૭:  દેશભરમાં ડુંગળી ની અછત રહેલ છે ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં મંગળવારના રોજ ડુંગળીની ૧,૨૦,૦૦૦ કરતાં વધુ ગુણ ની અત્યાર સુધીની રેકોર્ડ આવક થયેલ છે ગોંડલ માર્કેટ યાર્ડ પીન્કબોલથી શોભાયમાન  લાગી રહેલ છે. ગઈકાલે ડુંગળીની સારા માલ ના ૨૦ કિલોના ભાવ ૯૫૦થી ૧૧૯૧ રહેલ છે . તેમજ ૨૦ હજાર ગુણી નું વેચાણ થયેલ છે સૌરાષ્ટ્રભરમાંથી માલ આવી રહેલ છે .ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા જણાવેલ છે કે ખેડૂત ભાઈઓ ડુંગળીને પુરી પકવીને જ માર્કેટયાર્ડમાં મોકલવી ઊંચા ભાવ મેળવવાની ગણતરી એક ખેડૂતો કાચી ડુંગળી લાગે છે જે બે-ત્રણ દિવસમાં કોટા ફૂટી જાય છે અને માલ બગડી જાય છે અને નાશ પામે છે જેથી કાચી ડુંગળી ન લાવતા પૂરી થયા બાદ જ માર્કેટયાર્ડમાં થોડા થોડા જથ્થામાં માલનું વેચાણ કરવું.

(12:01 pm IST)