Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મુંબઇ-ભુજની હવાઇ સેવા બંધ થતાં પ્રવાસન-હોટેલ ઉદ્યોગને મોટો ફટકો

ભુજ-મુંબઇ વચ્ચેની હવાઇ સેવાને બ્રેક લાગતા પ્રવાસીઓના આગમન પર સીધી અસર પડી છે

ભુજ  : ભુજ-મુંબઇ વચ્ચે ઉડતી જેટ એરવેઝની ફલાઇટ ગયા એપ્રિલથી બંધ થઇ જતાં એની સીધી અસર હાલ શરૂ થયેલી પ્રવાસનની સીઝન પર વર્તાઇ રહી હોવાનું ભુજ હોટેલ ઓનર્સ એસોસિએશને નણાવ્યું હતું.

એક સમયે કચ્છની ઓળખ મત્ર હસ્તકલાના પ્રદેશ તરીકે હતી. હસ્તકલા-કારીગરીમાં રસ હોય એવા ગણ્યાંગાંઠયા દેશી-વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫ બાદ ગુજરાતના તત્કાલીક મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છનામ ધોરડો ખાતેના સફેદ રણની ચાંદનીમાં 'કચ્છ નહીં દેખા' તો કુછ નહીં દેખા તો કુચ્છ નહી દેખા'વાળા અમિતાભ બચ્ચનના મુખે બદલાવેલા સુત્રનો એવો તો પડઘો પડયો કે દેશના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જીલ્લો રાતોરાત હોટ ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઇ ગયો. છેલ્લા એક દાયકામાં વર્ષોવર્ષ સફેદ રણોત્સવની ખ્યાતિ એટલી વધવા માંડી કે દિવાળીથી જ કચ્છમાં દેશી-વિદેશી લાખો પ્રવાસીઓ ઊમટવા માંડે છે. એક સમયે ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ પર નભતા કચ્છમાં ટુરિઝમ પણ અર્થતંત્રનો મુખ્ય પાયો બન્યું છે.

ભુજ-મુંબઇ વચ્ચેની હવાઇ સેવાને બ્રેક લાગતા પ્રવાસીઓના આગમન પર સીધી અસર પડી છે. પાછલાં થોડાક વર્ષોથી ભુજ-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની રોજની એક ફલાઇટ ઉપરાંત ખાનગી એરલાઇનની સવાર-સાંજ બે ફલાઇટ મળી દૈનિક ૩ ફલાઇટ ઊડતી હતી. પરંતુ ખાનગી એરલાઇનની સેવા બંધ થઇ જતાં હવે માત્ર એક જ ફલાઇટ પર આધાર રાખવો પડયો છે. ડાયનેમિક ફેરના કારણે કમરતોડ ભાડા અને અપૂરતી સીટના કારણે ફલાઇટથી સીધા ભુજ આવનારા પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઇ છે. એનો સીધો માર કચ્છના હોટેલ ઉદ્યોગને પડી રહ્યો છે. સામાન્ય રીતે કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓ ભુજ આવી રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. જિલ્લા મથક ભુજથી સફેદ રપ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કચ્છનાં અન્ય પ્રવાસનનાં સ્થળોનો પ્રવાસ ખેડવામાં તેમને વધુ સુગમતા રહે છે.

(12:01 pm IST)