Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભેસણ તાલુકાના ચુડા ગામે તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

વિસાવદર,તા.૨૭: ભેસાણ તાલુકાના ચુડા ગામે તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્દ્યાટન સમારંભ યોજવામાં આવેલ આ કાર્યક્રમ એ.બી.યુ.દોશી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતો ઉદ્દ્યાટન સરપંચ  જયસુખભાઈ વઘાસીયાના વરદહસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના આગેવાન દેવરાજભાઈ નાગાણી દ્યનશ્યામભાઈ પટોળિયા તથા સુદાણી હાજર રહેલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂજાબેન પ્રિયદર્શની દ્વારા કાર્યક્રમ અંગેની સમજણ આપી હતી

આ કાર્યક્રમને પાંચ દિવસના પર્વ તરીકે ઉજવણી ની અપીલ કરવામાં આવી હતી જેમાં દિવસ (૧)સ્વસ્થતા દિન દિવસ (૨)દિવસ આરોગ્ય કાર્યકર દ્વારા રજિસ્ટ્રેશન તથા તપાસ (૩) પોષણ દિવસ(૪) ડોકટર દ્વારા તપાસ દિવસ(૫) સાંસ્કૃતિક દિવસ વાલી મીટીંગ ઇનામ વિતરણ રહેશે આ દિવસે બાળકોને સરગવાના પાન/ સિંગ માંથી બનેલ ચોકલેટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ તથા સરગવાના ઔષધીય ગુણોની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ આમ જનતા સરગવાને દૈનિક આહારમાં ચલણમાં મૂકે તે બાબતે પોતે પ્રયત્નશીલ છે તેમ ડો. પુજા મેડમે જણાવેલ

ટીમના ડોકટર હિરેન વૈષ્ણવ ડોકટર નિરાલી નિમ્બાર્ક ગોવિંદભાઈ રામ મિતલબેન વિંઝુડા દ્વારા જણાવવામાં આવેલ કે આ કાર્યક્રમ તારીખ ૨૫ થી ૩૦જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે જેમાં તાલુકાના આંગણવાડી ના ૪૨૦૪ બાળકો પ્રાથમિક ૭૭૬૧ બાળકો માધ્યમિક શાળા ૨૯૨૯ તથા શાળાએ ન જતા હતા ૩૯૪ એમ કુલ ૧૫૨૮૮ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે

આ કાર્યક્રમનું આયોજન ડો. રોલેસીયા પ્રા આ કેન્દ્ર ચુડા તથા મનોજ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ એ.બી.યુ. દોશી હાઇસ્કુલ ના આચાર્ય નીલેશભાઈ મહેતા ભાઈલાલભાઈ વેગડા તથા તમામ સ્ટાફ દ્વારા સહકાર મળેલ આ કાર્યક્રમ સંચાલનની જવાબદારી ડો.કશ્પ પંચોલી એ નિભાવી હતી તથા આભારવિધિ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી હિતેશ નાગાણી- ભેસાણ દ્વારા કરવામાં આવેલ હતી.

(11:59 am IST)