Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જુનાગઢમાં ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ દ્વારા વિશ્વ બાળ દિવસની ઉજવણી

જુનાગઢઃ વિશ્વ બાળ દિવસ અંતર્ગત જુનાગઢ સ્થિત સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન  મુંબઇના સંયુકત ઉપક્રમે જુનાગઢ ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ દ્વારા ચાઇલ્ડ લાઇન સાથે દોસ્તી કાર્યક્રમ યોજાયેલ. ઉદ્દઘાટન જુનાગઢના કલેકટર ડો. સૌરભ પારધી, સિવિલ જજ આટોદરિયા, આર. સી. મહિડા તેમજ ૧૦૯૮ના ડાયરેકટર મહેન્દ્રભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ના પ્રચાર પ્રસાર માટે જુનાગઢના અલગ અલગ વિસ્તારો જેવા કે ભવનાથ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, કાળવા ચોકમાં રિક્ષા તેમજ રંગલા રંગલી નાટક દ્વારા સતત સાત દિવસ સુધી ચાઇલ્ડ લાઇન બાળકોને કેવા કેવા પ્રકારે મદદરૂપ થાય તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ.  બાળકોને મુશ્કેલી સમયે અથવા કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોને ચાઇલ્ડ લાઇન ૧૦૯૮માં ફોન કરી મદદમળી શકે તેવા પ્રયત્નો કરવામાં આવેલ. આ સમગ્ર  કાર્યક્રમમાં જુનાગઢ ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ના કો-ઓર્ડિનેટર જતિન માલમ તેમજ ૧૦૯૮ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:57 am IST)