Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબી રોટરી કલબ દ્વારા બાળકોને રમકડાની ભેટ

મોરબીઃ મોરબીના વિસીપરા ખાતેના નવજીવન ટ્રસ્ટ સંચાલિત દીપ્તિ હેલ્થ સેન્ટરમાં મોરબી રોટરી કલબ દ્વારા ભૂલકાઓને રમકડાની ભેટ આપવામાં આવી હતી સાથે જ નાસ્તો પણ કરાવ્યો હતો જેથી ભૂલકાઓમાં ખુશી જોવા મળી હતી મોરબી રોટરી કલબના સભ્ય હરેશભાઈ સેઠ અને રોટરી કલબ પ્રેસિડેન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતા અને ભૂલકાઓને રમકડાની ભેટ સોગાદ આપીને ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું. રમકડાની ભેટ આપવામાં આવી  તે તસ્વીર.

(11:55 am IST)