Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વાંકાનેરમાં સ્થા.જૈન સંઘનાં આંગણે જૈન મુનિ ભગવંતોની પધરામણીઃ સામૈયા

વાંકાનેર તા. ૨૭: લીંમડી ગોપાલ સંપ્રસાદયના ભોળીયાનાથ ભગવાન રામગુરૂદેવશ્રીના સુશિષ્ય સાસનરત્ન પુ.રામ ઉત્તમકુમારજી મ.સા. આદી થાણા-પની નિશ્રામાં  વિચરતા પ્રવચન પ્રભાવિકા પુ.પુર્ણિતાજી મ.સા. તથા પુ.કિર્તીદાજી મ.સા. આદી સતિરત્નો ચર્તુવિધી સંઘ સાથે વાંકાનેર પધારતા દિવાનપરાથી મેઇન બજારના ઉપાશ્રય સુધી પગપાળ યાત્રા સાથે પ્રસ્થાન થયેલ જેમા સ્થા જૈન સમાજના બહેનો અને બાળાઓ માથે મોતીથી મઢેલા સામૈયા સાથે જોડાયેલ. તેમજ વાંકાનેર જૈન સમાજના ૮૦૦ થી વધુ શ્રેષ્ીઓ ભાઇઓ, બહેનો સામૈયામાં જોડાયા હતા. વાંકાનેરમાં ગુરૂદેવની પધરામણી સાથે ગુરૂદેવને દિક્ષા પત્રિકા આજ્ઞા પણ અર્પણ કરવાનો અવસર વાંકાનેર સ્થા.જૈન સંઘને પ્રાપ્ત થતા બેવડો આનંદ જૈન સમાજમા જોવા મળેલ.

જામનગર જીલ્લાના લાલપુર ગામના વતની અને હાલ રાજકોટમા રહેતા બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિના વૈરાગી ભુપેન્દ્રભાઇ નટવરલાલ આશરા ઉ વ.૬૧ની દીક્ષા અંગેની અનુમતી પત્રિકા ગુરૂદેવશ્રીને અર્પણ કરવામા આવેલ.

આ પ્રસંગે વાંકાનેર સ્થા.જૈન સમાજના સર્વે ઉપરાંત લાલપુર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી આદ..ના અનેક સંઘશ્રી માંથી પણ બહોળી સંખ્યામાં  પ્રતિનિધીઓ પધાર્યા હતા અને આ દિક્ષા પ્રસંગ તેમના ગામમાં મળે તે માટે ગુરૂદેવશ્રીને વિનંતી કરી હતી.

દિક્ષાર્થી ભુપેન્દ્રભાઇ આશરાનુ વાંકાનેર સ્થા.જૈન સંઘના પ્રમુખ બળવંતભાઇ પટેલ તેમજ જુદા જુદા ગામથી પધારેલા સંઘના અગ્રણીઓએ શાલ, હાર, સાફોે, પહેરાવી સન્માન કર્યુ હતું. સાથે અનેક મહાનુભવોનું પણ વાંકાનેર સંઘના સેવકોના હસ્તે સન્માન કરામા આવેલ.

વાંકાનેર સંઘના મંત્રી રાજેશભાઇ દોશીએ ગુરૂભગવંતની ભાવવંદના સાથે વિવિધ સંઘોનુ શબ્દોથી સ્વાગત સાથે વિશેષ જણાવેલ કે વાંકાનેર સંઘના આંગણે આજ્ઞા પ્રમિકા મહોત્સવનો લાભ સૌ પ્રમવાર મળ્યો છે જેનો વાંકાનેર જૈન સમાજમા અનેરો હર્ષ છે. વાંકાનેરના આંગણે યોજાયેલ આ પ્રસંગ દિપી ઉઠે  તે માટે સંઘના પ્રમુખ બળવંતભાઇ પટેલ, મંત્રી રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ શૈલેષભાઇ દોશી, ઉપરાંત કમીટીના સર્વે મેમ્બર સાથે યુવા ટીમના મનીષભાઇ શાહ, પ્રિયાંક દોશી, મિહીર દોશી, ગૌતમ માથકીયા, કેવલ દોશી, અંકીત સંઘવી, નૈમિશ શાહ, પવન સોલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનુ સુંદર સંચાલન શીતલબેન શાહે કર્યુ હતું.

(11:52 am IST)