Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વિંછીયા પંથકમાં પ્રેમસંબંધને કારણે થયેલ ખુનના ગુનામાં આરોપીના જામીનમંજુર

રાજકોટ, તા. ર૬ :  પ્રેમસંબંધમાં ખુન કરેલ આરોપીને જામીન મુકત કરતી રાજકોટની સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ગુજરનાર રણજીતભાઇ અને પ્રતાપભાઇ રાત્રે એક વાગ્યાના અરસામાં તેમની કારમાં જતા હતા ત્યારે સમઢીયાળા ગામે અન્ય આરોપી અનિરૂધ્ધભાઇ ખાચર એ તેમની પાસેની કારને રણજીતભાઇ ની કારની વચ્ચે રાખી તેમની કારને ઉભી રખાવેલ અને અન્ય આરોપી બાઇકમાં પાછળથી આવેલ જેમણે રણજીતભાઇની કારના તમામ કાચ કુહાડી વડે તોડી નાખેલ જેથી રણજીતભાઇએ તેમનો જીવ બચાવવા કાર ને રીવર્સમાંૈ ફુલ સ્પીડમાં ચલાવેલ અને કાર પરનું બેલેન્સ ગુમાવતા કાર ઉંધી વળી ગયેલ હતી અને રણજીતભાઇ તેમજ પ્રતાપભાઇ તેમનો જીવ બચાવવા કારમાંથી નીકળી ગામ તરફ ભાગેલ હતા ત્યારે આરોપીઓ એ રણજીતભાઇ ને કુહાડી વડે ઇજા કરેલ હતી અને એક આરોપીએ પ્રતાપભાઇને પકડી રાખેલ હતો અને તેમને ધમકી આપેલ હતી કે તું કાંઇ બોલતો નહીં નહી તો તારા હાથ પગ  ભાંગી નાખવા પડશે આ રીતેનો બનાવ બનેલ હતો જે બનાવનું કારણ અનિરૂધ્ધભાઇ ખાચરની બહેન સાથે રણજીતભાઇ ખાચર ને પ્રેમ સંબંધ થઇ જતા તેનો ખાર રાખી આરોપી અનિરૂધ્ધભમાઇ ખાચર, રવિભાઇ કાઠી, કાળુભાઇ ખવડ તેમજ પ્રતાપભાઇ ખવડના ઓએ રણજીતભાઇને કુહાડી વડે ઇજા કરી તેમનું ખુન કરેલ ના આરોપ સર તમામની સામે વીંછીયા પો. સ્ટે. માં ગુનો નોંધાયેલ હતો અને તમામ આરોપીઓને પોલીસે અટક કરેલ હતા.

પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ આ બનાવના કહેવાતા મુખ્ય આરોપી કે જેઓ રણજીતભાઇ સાથે તેમના ઘરેથી અલ્ટો કારમાં ગયેલ હતા તે આરોપી પ્રતાપભાઇના ઓ એ જામીન મુકત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી તેમના એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી મારફત કરેલ હતી. નામદાર સેશન્સ કોર્ટે એડવોકેટ દેવાંગ ત્રિવેદીની દલીલો ધ્યાને લઇને આરોપી ને જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી રોકાયેલ હતા.

(11:50 am IST)