Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉનામાં ગાંજા સાથે પકડાયેલ આરોપીના રીમાન્ડ મંજુર

ઉના તા. ર૭: ઉના શહેરમાં ગત તા. ૩૦-૮-૧૯નાં ગીરગઢડા રોડ ઉપર રહીમનગર જતા રોડઉપર એસ.ઓ.જી. ગીર સોમનાથનાં પી.એસ.આઇ. વી. આર. સોનારાએ યુસુફ ઉર્ફે રજાક ઇકબાલ કુરેશી રે. ઉના વાળાને મોટર સાયકલ ઉપર ડબ્બામાં છુપાવી ૯૭૦ ગ્રામ ગાંજો ૩૧૯ર૦નાં મુદામાલ સાથે પકડી પાડેલ હતો તેને ગાંજો ખાંભા ગામનાં બાવાજી યોગેશ બાપુએ આપેલ જણાવતા તે નાસતો ફરતો હોય એસ.ઓ.જી.નાં પોલીસ ભુરાભાઇ, સુભાષભાઇ ચાવડા, ઇબ્રાહીમશા બાનવાને બાતમી મળતા ભાવનગર રોડ ઉપર રોકડીયા હનુમાન પાસે યોગેશગીરી ઉર્ફે યોગા બાપુ લખમણગીરી ગોસ્વામી ઉ.વ. ૩પ રે. ખાંભા અમરેલીવાળાને પકડી પાડી ઉના લાવી પોલીસને સોંપેલ હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરી છે. કોર્ટમાં રજુ કરતાં ર૯/૧૧ સુધી રિમાન્ડ મંજુર કરી છે. તપાસ પોલીસ ઇન્સ્પેકટર વિજયભાઇ ચૌધરી કરી રહ્યા છે.

(11:39 am IST)