Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભાવનગરમાં ગેસ વેલ્ડીંગ દરમ્યાન ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ: એકનું કરુણમોત : એકને ઇજા

ગેસ ટેન્કરમાં ગેસ વેલ્ડીંગ કરતા સમયે બ્લાસ્ટ થતા બે ભાઈઓને ઈજા

 

ભાવનગર : શહેરનાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક આવેલ સીતરામ ગેસ વેલ્ડીંગમાં કામ કરતા સમયે ગેસ ટેન્કરમાં ગેસ વેલ્ડીંગ કરતા સમયે બ્લાસ્ટ થતા બે ભાઈઓને ઈજા થતા એક યુવાનનું ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમ્યાન મોત થયુ હતું જ્યારે બીજાને ઈજા થવા પામી હતી બનાવ અંગે ચકચાર સાથે લોકોનાં ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.

   શહેરનાં ભરતનગર સીતારામ ચોક, મંગલમ હોલ સામે રહેતા અને ફાયર સ્ટેશન પાસે વિઠ્ઠલવાડી ખાતે સીતારામ ગેસ વેલ્ડીંગ નામનું કારખાનુ ધરાવતા માળી અલ્પેશ રમેશભાઈ કનાડા *..૪૫ ) કારખાને ગયા હતા અને કામ શરૂ કર્યુ હતુ. દરમિયાન એક ડીઝલ ટેન્કરમાં ગેસ વેલ્ડીંગ કરતા હતા તે દરમ્યાન વેલ્ડીંગ કીટમાં બ્લાસ્ટ થતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

અચાનક બ્લાસ્ટ થતા લોકોનાં ટોળા એકઠા થઈ જવા પામેલ જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ અલ્પેશભાઈને તાત્કાલીક સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

(12:55 am IST)