Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

રાજકોટનો વાહન ચોર અનુ દેવાણી અમરેલીમાં ઝબ્બે

રાજકોટમાં ત્રણ, અમરેલીમાં બે અને ભાવનગરમાંથી એક હોન્ડા મોટરસાયકલ ચોર્યાની કબૂલાત

 અમરેલી તા. ૨૭ : જે ગુન્હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્હાઓ વણશોધાયેલ હોય તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી તેના મુળ માલિકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સધળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેકટ ગુન્હાઓનાં ભેદ ઉકેલવા સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે અમરેલીમાં ચિત્ત્।લ રોડ ઉપરથી એક ઇસમને ઝડપી લીધેલ છે અને આરોપી પાસેથી ચોરીમાં ગયેલ કુલ છ મોટર સાઇકલો રીકવર કરેલ છે.

પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અનુ અયુબભાઇ દેવાણી રહે. રાજકોટ, જંગલેશ્વર વાળો ચોરીના મોટર સાઇકલ સાથે મળી આવતાં તેની પુછપરછ દરમ્યાન અન્ય પાંચ મોટર સાયકલ ચોરી કરી રાખેલ હોય જે છ મોટર સાઇકલ મળી આવતાં તેને અટક કરેલ છે.

આરોપીએ ચોરી કરી મેળવેલ મોટર સાઇકલની વિગતમાં (૧) એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર જી.જે.૧૪.એ.૦૫૮૬ જેની કિ.રૂ.૪૫,૦૦૦ આજથી બે વર્ષ પહેલા અમરેલી શહેરમાંથી ચોરી કરેલ અને આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૬/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(૨) એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જેના રજી. નંબર જી.જે.૧૪.એ.ડી.૨૨૨૦ જેની કિં.રૂ.૪૫,૦૦૦ ગણાય. આ મો.સા. મજકુર ઇસમે અમરેલી શહેરમાંથી ચોરી કરેલ અને આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૬૫/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(૩) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જેના રજી. નંબર જી.જે.૦૪.બી.કયુ.૬૪૫૬ જેની કિં.રૂ.૨૫૦૦૦ ગણાય. આ મો.સા. મજકુર ઇસમે ભાવનગર શહેરમાં ઘોઘા રોડ ઉપર મહિલા કોલેજ પાસેથી ચોરી કરેલ અને આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૪/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(૪) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.૦૩.સી.એન.૯૧૨૨ જેની કિં.રૂ.૨૫૦૦૦ ગણાય. આ મો.સા. મજકુર ઇસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ અને આ અંગે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૫૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(૫) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.૦૩.સી.એસ.૪૯૨૮ જેની કિં.રૂ.૨૫૦૦૦ ગણાય. આ મો.સા. મજકુર ઇસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ છે.

(૬) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.૦૩.ડી.સી.૬૦૨૬ જેની કિં.રૂ.૨૫૦૦૦ ગણાય. આ મો.સા. મજકુર ઇસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ છે.

ઉપરોકત વિગતે પકડાયેલ ચોરીના મોટર સાઇકલ નંગ-૬, જેની કુલ કિં.રૂ. ૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરી આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતબાપુ ગોસ્વામી, પ્રફુલ્લભાઇ જાની, વી.ડી.ગોહિલ, કે.સી.રેવર, અજયભાઇ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, સંજયભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ મકવાણા, જાવેદભાઇ ચૌહાણ, મહેશભાઇ મહેરા, હરેશભાઇ બાયલ, રાઘવેન્દ્રભાઇ ધાધલ, દીપકભાઇ વાળા, અજયસિંહ ગોહિલ,  જગદીશભાઇ પોપટ, ભાવિનગીરી ગૌસ્વામી, ધવલભાઇ મકવાણા, પારસબેન ધડુક વિ.એ કરેલ છે.

(3:46 pm IST)