Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

લોધીકાના પારડીમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

અનીલ, ગોવિંદ, સુરેશ અને ભીખુની ધરપકડ

રાજકોટ તા.૨૭: લોધીકાના પારડી ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના એએસઆઇ આર.વી. બકોત્રા તથા રોહિતભાઇ બકોત્રા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દરોડો પાડી પારડી ગામ સત્યમ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પટમાં જુગાર રમતા અનીલ પ્રેમજીભાઇ ભાસ્કર (ઉ.વ.રર) (રહે. પારડીગામ) ગોવિંદ સોમાભાઇ સોલંકી (ઉ.વ.૩૭ (રહે. પારડી ગામ રાહુલપાર્ક), સુરેશ ભાણજીભાઇ વારગીયા (ઉ.વ.૩૪)(રહે. પારડીગામ રાજનગર સોસાયટી) અને ભીખુ બોધાભાઇ વાઘ (ઉ.વ.૪૦)(રહે. પારડીગ ામ સહજાનંદ સોસાયટીને પકડી લઇ રૂ. ૩૬૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૧.૧૨)

(11:41 am IST)