Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સોમનાથનાં મહાદેવ મંદિરની દિવ્યતા હજુ પણ વધશે

વેરાવળમાં 'અકિલા' કાર્યાલયે પૂ.ગીરીબાપુની પધરામણી

'અકિલા' રાજકોટ કાર્યાલય અને કીરીટભાઇ સાથેની મુલાકાતના સંભારણા યાદ કર્યા

વેરાવળઃ સોમનાથના સાંનિઘ્યમાં સમુદ્રકિનારે સાગરદર્શન હોલમાં શિવકથાનું રસપાન કરાવી રહેલા પુ.ગીરીબાપુએ વેરાવળ 'અકિલા'ના આંગણે પધરામણી કરી હતી તેનું ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરેલ હતું. પૂ.ગીરીબાપુએ જણાવેલ હતું કે સોમનાથમાં શિવ કથા કરવાનો અનેરો આનંદ છે તેનું વર્ણન થઈ શકે નહી આપણું સોમનાથ સુવર્ણ બને ભગવાન મહાદેવ મીત્ર કુબેર છે સુવર્ણ સોમનાથ ઝગમગશે ત્યારબાદ હીરા મોતી ઝવેરાત ભરેલું હશે.

સોમનથ મહાદેવના સાંનિઘ્યમાં સમુદ્ર કિનારે સાગરદર્શન હોલમાં શિવકથા ચાલી રહેલ છે વિશ્વભરના લાખો શિવભકતોને ઓનલાઈન થી પુ.ગીરીબાપુ કથાનું રસપાન કરાવી રહેલ છે તે આજે 'અકિલા' કાર્યાલય એ પધરામણી કરેલ હતી ત્યારે દીપક કકકડ,સંકેત  કકકકડ,માધવ કકકડ તથા પરીવાર જનોએ ફુલહાર સ્વાગત કરેલ  કરેલ હતું આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ  ચાવડા,જીતુપુરી ગૌસ્વામી(બાપુ),જીતુભાઈ ચંદ્રાણી,સુરેન્દ્ર બારોટ,ભાવેશ ઠકરાર સહીત અનેક ભકતજનો 'અકિલા' કાર્યાલય ખાતે ઉપસ્થિત હતા. પુ.બાપુ એ ૪પ મીનીટ સુધી 'અકિલા' કાર્યાલય એ પધરામણી કરી હતી ત્યારે તેમણે સમાચારો તેમજ વિતરણની વ્યવસ્થા જાણી હતી આ તકે તેમણે રાજકોટ ખાતે 'અકિલા' કાર્યાલયે 'અકિલા'ના મોભીશ્રી કીરીટભાઈગણાત્રા(કાકા)ને રૂબરૂ મળવા જવાનો મોકો મળેલ હતો તેને યાદ કર્યા હતા.

'અકિલા' ખૂબજ નામ ધરાવતું ન્યુઝપેપર છે સાવરકુંડલા માં જયારે રહેતા હતા ત્યારે  ૯મું ધોરણ ભણતા હતા ત્યારે તે પોતે પણ ન્યુઝપેપર વિતરક તરીકેને કામગીરી કરેલ હતી તેને યાદ કરી હતી સાથે પૂ.ગીરીબાપુએ જણાવેલ  કે વિતરણ કરવું ખુબજ અધરૂ કામ છે સમાચારો બનાવવા, વાંચકો સુધી પહોંચાડવા જવાબદારી હનુમાન જેવી હોય છે સાથે જણાવેલ હતું કે  સોમનાથ એટલું સુંદર છે સાફ છે કે વિશ્વભરમાંથી કોઈપણ આવે ત્યારે તે આટલી સુંદરતા જોઈને આફરીન થઈ જાય છે સોમનાથ  સુવર્ણ થી મંદિરની ભવ્યતા દિવ્યતા વધશે મહાદેવનો મીત્ર કુંબેર છે રત્નોનો ભંડારો આવશે મહાદેવના સાંનિઘ્યમાં કથા કરવાનો અનેરો આનંદ છે તેનું વર્ણન કરી શકાય નહી ગુજરાતી ભાષા માટે પુછતા વધુ જણાવેલ હતું માતૃભાષન ખુબજ જરૂરી છે વાંચન વધારવું જોઈએ ઘરે ઘરે લાઈબ્રેરી થવી જોઈએ યુવાનોની આદત માટે જણાવેલ કે યુવાનો શિવ ના દર્શનાર્થે ખુબજ મોટા પ્રમાણ માં આવે છે અમુક આદતો આવે છે તે પણ યુવાનો દ્રારા બંધ થવી જોઈએ શિવના  સાનિઘ્યામાં જવાથી દરેક આદતો દુર થાય છે.

પુ.બાપુ અકિલા કાર્યાલય થી સ્વ.પુ.ચંપા માં ના અંબાજી મંદિરે પધરામણી કરેલ હતી ત્યારે ચંદુભાઈ વૈયાટા સહીત ભકતજનોએ ત્યાં પણ તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરેલ હતી તેમજ મંદિર માંઆરતી કરી ખુબજ પ્રભાવીત થયેલ હતા આટલું વિશાળ મંદિર અને ખુબજ સારો શણગારની પ્રસંશા કરેલ હતી.

(2:48 pm IST)