Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગોંડલમાં તબીબ ઉપર હુમલો કરનાર ૫ શખ્સો જેલ હવાલે

તસ્વીરમાં પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૭: ગોંડલ શહેરના ગુંદાળા ચોકડી સંજીવની કિલનિક નામે હોસ્પિટલ ધરાવતા તબીબ પરઙ્ગ થયેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા બાદ સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ પાંચેય આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી કોર્ટ હવાલે કરતાં કોટઁ દ્વારા જેલ હવાલે કરાયા હતા.

ગુંદાળા ચોકડી પાસે કલીનીક ચલાવતા ડો.સમીર દુધાત્રા પર ઉશ્કેરાઇ જઇ હુમલો કરનાર વિવેક ઢોલરીયા,તેના પિતા પ્રવિણભાઈ, રોનક ઢોલરીયા, ભાર્ગવ ઢોલરીયા તેમજ નિકુંજ ઢોલરીયા સામે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તમામ ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામીનના મંજુર કરી જેલ હવાલે કરતો હુકમ ફરમાવ્યો હતો.

તબીબ પર હુમલાની ઘટનાને લઇ ને મેડીકલ એસોસિએશન મેદાનમાં આવી ગોંડલમાં તબીબો પર છાશવારે બનતી હુમલા કે તોડફોડની ઘટનાઓ અંગે આક્રોશ જતાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. દરમિયાન હુમલાની ઘટના ના ઘેરા પ્રત્યાઘાત પડયા હોય પોલીસે ત્વરિત પગલા લીધા હતા.

(1:01 pm IST)