Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બિસ્માર રસ્તાના વિરોધમાં ધ્રોલના માનસરમાં સેવા સેતુનો બહિષ્કાર

વારંવાર અકસ્માતો થતા હોવાથી તંત્રને રજુઆતો છતાં ઉકેલ ન આવતા ખારવા, જાલીયા, માનસર, હમાપર, ખીજડીયાના લોકોમાં ભારે આક્રોશ સાથે ચિમકી

ધ્રોલ,તા. ૨૭: ધ્રોલ પંથકમાં લોકોના રોડ અનેક વખત રજુઆત ફરિયાદો અને માગણીઓના સ્વીકારાતી હોવાથી રોષે ભરાયેલા ખારવા, જાલીયા માનસર, હમાપર, ખીજડીયાના લોકોએ ૨૯મી ઓકટોબરે માનસર ગામે યોજાનાર સેવસેતુ કાર્યક્રમના બહિષ્કારનું એલાન કર્યું છે. આ બાબતે ધ્રોલના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખીત ચીમકી અપાઈ છે.

રજુઆતમાં જણાવાયું છે કે ખારવા, જાલીયા માનસર, હમાપર, ખીજડીયાને જોડતો રસ્તો અત્યંત બીસ્માર હાલતમાં છે. તે રસ્તાનું મરામત કામ કરવા અનેક રજૂઆતો કરાઈ છતાં સંબંધીતો આંખ આડા કાન કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવતા નથી.

જર્જરિત રોડ રોજબરોજ અકસ્માતો સર્જે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તે વાત ઉપરોકત ચારેય ગામોની પ્રજા માટે કમનસીબી સાબિત થાય છે.

એ સિવાય રાજય સરકારનાં સિંચાઇ વિભાગનાંઙ્ગ ૨૦૧૬ ના વર્ષથી મંજુર થયેલ ચેકડેમનાં કામ માટે અનેક વખત રજુઆતો કરવા છતાંઙ્ગ ચેક ડેમોનાં કામ થતા નથી. પરિણામે ખેડૂતોને ખેતપાકોના પિયત માટે પાણીની ભારે અગવડતા ભોગવવી પડે છે.

આ બંને મુખ્ય પ્રશ્નો હલ કરવામાં સંબંધીતો વામણા સાબિત થતા લોકરોષ ભભૂકયો છે. એ કારણેઙ્ગ તા. ૨૯-૧૦-૨૦૨૧નાં રોજ માનસર મુકામે યોજાનાર સેવા સેતુના કાર્યક્રમનો ઉપરોકત ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે. (અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ)

(12:31 pm IST)