Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઠંડક વર્તાવાની સાથે ફરી ગરમી દેખાઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યનારાયણ દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ : બપોરે અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડો દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડકની અસર સાથે ફરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની  સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

ગઇકાલે રાજકોટમાં સ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ ગરમીનો પારો ૩પ ડિગ્રીએ પહોંચ્યો હતો.

હવામાં ભેજનું પ્રમાણ રહેતા દિવસભર બફારો પણ અનુભવાયો હતો. સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. સવારે લઘુતમ તાપમાન ર૪.ર ડિગ્રી હતું. પવન ૪ કિલોમીટરની ઝડપે ફુંકાયો હતો.

ત્યારબાદ આખો દિવસ પવનની ઝડપ ૮ કિલોમીટરથી લઇને ૧૪ કિલોમીટર સુધીની રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા હતું. તાપમાનનો પારો ૩પ ડિગ્રીએ પહોંચતા શિયાળા પૂર્વે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો હતો.

(12:30 pm IST)