Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગોંડલના મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ર૭ :.. ગોંડલના મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા એ ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ આપેલ હોય ગઇ તા. ૧૭-પ-ર૦ર૧ ના રોજ ગોંડલ શહેરમાં મારામારીનો બનાવ બનેલ જેમાં ફરીયાદી અર્જુન મહેન્દ્રભાઇ ચૌહાણ રહે. ગોંડલ બાવાબારી શેરીવાળા ને શરીરે છરીથી ગંભીર પ્રકારની ઇજા કરેલ નો બનાવ બનેલ. ગુન્હો બન્યા બાદ આરોપી નાસી ગયેલ. દરમ્યાન એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પો. ઇન્સ. એ. આર. ગોહીલ તથા પો. સબ. ઇન્સ. એસ. જે. રાણાની રાહબરી હેઠળ તાબાના પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી મહીપાલસિંહ જાડેજા, પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકબહાદુર બોહરાને મળેલ બાતમી આધારે આ ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા અને નામદાર કોર્ટ દ્વારા સી. આર. પી. સી. કલમ ૭૦ મુજબ વોરંટ ઇસ્યુ કરેલ આરોપી હુસેન ઉર્ફે ભોલીયો દીલાવરભાઇ મકરાણી જાતે બ્લોચ ઉ.રપ રહે. ગોંડલ ગુંદાળા દરવાજા વાળાને ગોંડલ શહેર આશાપુરા ચોકડી પાસેથી ઝડપી પાડી ગોંડલ શહેર પોલીસને હવાલે કર્યો હતો.

આ કામગીરી એલ. સી. બી.ના એ. એસ. આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપક હસ્તબહાદુર બોહરા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસિંહ જાડેજા તથા ભાવેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

(12:29 pm IST)