Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગોંડલના મોવિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૨૭ :. ગોંડલના મોવિયા ગામે તાલુકા પોલીસે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

ગોંડલ તાલુકા પો.સ્ટે.ના પો. સબ. ઈન્સ. એમ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો. હેડ કોન્સ. વિપુલભાઈ રવજીભાઈ ગુજરાતીને ખાનગી રાહે બાતમી મળેલ કે મોવીયા ગામની સીમમાં જાહેરમાં ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયાની તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોય જેથી સદરહુ જગ્યાએ રેઈડ કરી જુગાર રમતા (૧) મોહન પાંચાભાઈ ટારીયા, (૨) રમેશ કનુભાઈ સોલંકી, (૩) ઉમેશ કનુભાઈ સોલંકી, (૪) રાજુ ઘોઘાભાઈ ટારીયા તથા (૫) જેન્તીભાઈ ટીડાભાઈ વાટીયા રહે. પાંચેય મોવીયાને રોકડા રૂ. ૨૮૪૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી પીએસઆઈ ડી.પી. ઝાલા, પો. હેડ કોન્સ. વિપુલભાઈ ગુજરાતી, (૪) પો. હેડ કોન્સ. દિગ્પાલસિંહ ગોહીલ, (૫) પો. હેડ કોન્સ. મદનસિંહ ચોહાણ, (૬) પો. કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા (૭) પો. કોન્સ. જયદેવભાઈ કિડીયાએ કરી હતી.

(12:28 pm IST)