Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોરબંદરમાં અઠવાડીયામાં ડેન્ગ્યુના ૮ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ :  શહેરમાં રોગચાળો પુનઃ માથુ ઉચકી રહેલ છે. અઠવાડિયામાં સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૮ કેસ આવ્યાં છે.

શહેરમાં અઠવાડિયામાં ડેન્ગ્યુના ૮ કેસ સાથે વાઇરલ તાવ અને મેલેરિયાના કેસ આવ્યાં છે એક માસમાં વાઇરલ તાવના ર૮પ કેસ તેમજ મેલેરિયાના ૧૪ કેસ આવ્યાં છે. આરોગ્ય વિભાગ શહેરમાં માથું ઉંચકતા રોગચાળા સામે સજાગ થયું છે અને સ્લમ વિસ્તારોમાં લોકોની આરોગ્ય તપાસ તેમજ પાણી ભરેલા ખાડામાં ઓઇલ અને ધૂળ નાખવાની કામગીરી કરી રહેલ છે. ઉપરાંત રોગચાળા સામે તકેદારીના પગલા માટે માર્ગદર્શન આપી રહેલ છે.

(12:27 pm IST)