Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

માળિયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઘડિયા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાશે:

ઘડિયા લગ્ન વધુ થાય તે માટે સંસ્થા કાર્યરત.

મોરબી : શ્રી માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન વધુ સંખ્યામાં થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે જેથી ઘડિયા લગ્ન કરવા માંગતા પરિવારોએ દિવાળી બાદ તા. ૧૫-૧૧ ના રોજ તુલસી વિવાહ હોય છે તા. ૧૫-૧૧ પછી લગ્ન મુર્હતમાં ઘડિયા લગ્ન કરવા ઇચ્છતા પરિવારોએ લાભ પંચમ અને તા. ૧૦-૧૧ થી સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે જેથી મોરબી જીલ્લામાં રહેતા પરિવારોએ રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે
સમિતિ દ્વારા સમૂહ લગ્ન અને ઘડિયા લગ્ન સમાજ જીવનમાંથી ખુબ પ્રતિસાદ મળેલ છે અને આવનાર દિવસોમાં રીવાજ તરીકે પ્રસ્થાપિત થશે ૧૦૦૦ થી વધુ ઘડિયા લગ્ન થઇ ચુક્યા છે કોરોના કાળમાં ઈશ્વરીય કાર્યમાં સર્વજ્ઞાતિ માટે ૨૦૦૦ થી વધુ ખાદ્ય સામગ્રીની કીટ, રૂ ૧૦૦ માં ૭૦૦૦ નાશ લેવાના મશીન, રૂ ૧૦ માં ૪૦,૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમિતિ દ્વારા ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર થયેલ છે
ત્યારે ઘડિયા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવા સંસ્થાના કાર્યાલય શ્રીજી હોલ નીચે, માર્કેટિંગ યાર્ડ પાસે શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવો વધુ માહિતી માટે ઈશ્વરભાઈ સબાપરા મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૨૨૫૧૦, જયંતીભાઈ વિડજા મોબાઈલ નંબર ૯૯૭૮૯ ૨૧૩૧૮ અને મગનભાઈ અઘારા મોબાઈલ નંબર ૯૮૨૫૦ ૯૮૦૭૯ પર સંપર્ક કરવા સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલાની યાદીમાં જણાવ્યું છે.

(11:49 am IST)