Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોરબીના નવલખી રોડ પર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા.

૩૭૦ બોટલ દારૂ અને ટેમ્પો સહીત ૩.૮૮ લાખનો મુદામાલ જપ્ત, અન્ય એકનું નામ ખુલ્યું.

મોરબીના નવલખી રોડ પરથી પોલીસે ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો જથ્થો અને ટેમ્પો સહીત ૩.૮૮ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન નવલખી રોડ પરથી વાહનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા ટીમે નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી જેમાં ટેમ્પો જીજે ૧૪ એક્સ ૭૧૬૫ પસાર થતા ટેમ્પોને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૩૭૦ બોટલ કીમત રૂ ૧,૩૮,૭૫૦ અને ટેમ્પો કીમત રૂ ૨,૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૩,૮૮,૭૫૦ ના મુદામાલ સાથે આરોપી જીજ્ઞેશ હરેશભાઈ પરમાર રહે વિસીપરા મોરબી અને જલ્પેશ વિનોદભાઈ ખાખી રહે લક્ષ્મીનારાયણ સોસાયટી, નવલખી રોડ મોરબી વાળાને ઝડપી લેવાયા છે તો અન્ય આરોપી રવિ જીતેન્દ્ર પાલા રહે રણછોડનગર વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:45 am IST)