Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જામનગરમાં પોરબંદરની વીજ ચેકીંગ ટીમ ઉપર હુમલો

દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વીજચેકીંગ વખતે લતાવાસીઓએ હુમલો કરતા અધિકારીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયાઃ પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૭ :. જામનગરમાં આજે સવારથી પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમિયાન દિગ્વીજયપ્લોટ વિસ્તારમાં વીજ ચેકીંગ વખતે પોરબંદરની ટીમ ઉપર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં આજે સવારથી પોરબંદર અને જામનગરની ૩૮ વીજ ચેકીંગ ટુકડીઓનો કાફલો દહીંછડા રોડ સોસાયટી, ૪૦-દિગ્વીજય પ્લોટ, વિસરામવાડી, હનુમાન ટેકરી, જીઆઈડીસી, સિક્કા સહિતના વિસ્તારોમાં ત્રાટકયો હતો અને વીજ ચેકીંગ શરૃ કર્યુ હતું.

આ દરમિયાન ૪૯ દિગ્વીજય પ્લોટ ખાતે વીજ ચેકીંગ ટીમ ઉપર હુમલો કરવામાં આવતા એક અધિકારીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે વિજ અધિકારીએ પોલીસ ફરીયાદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર તથા આસપાસના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.(

(11:45 am IST)