Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોરબી જીલ્લાના ખેડૂતોના હિતમાં નર્મદા કેનાલ ચાલુ કરવા માંગ કરાઈ

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

મોરબી જીલ્લાના ખેડૂતોની રજૂઆત અને હાલની સ્થિતિને ધ્યાને લઈને નર્મદાની કેનાલ ચાલુ કરવાની માંગ સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાને કારણે કપાસ અને મગફળીના વાવેતરને મોટું નુકશાન થયું છે જેને ધ્યાને લઈને આગામી શિયાળુ સીઝનનો લાભ ખેડૂતોને મળે તે માટે તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ, હળવદ બ્રાંચ અને માળિયા બ્રાંચ હાલ ચાલુ કરવી અનિવાર્ય છે
ખેડૂતોના હિત અને સમૃદ્ધિ તરફ સરકાર સતત વિચારશીલ રહી છે ત્યારે ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને આગામી સમયમાં કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સમયસર વાવણી થઇ સકે જેથી ઝડપથી કેનાલ ચાલુ કરી પાણી પૂરું પાડવામાં આવે જેથી ખેડૂતોને આગામી વાવેતર સમયસર થઇ સકે તે માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા માંગ કરાઈ છે

(11:42 am IST)