Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોટી પાનેલીના સંધી પરિવારો વચ્ચેની તકરાર મોટુ સ્વરૂપ પકડે એ પહેલા ધર્મગુરૂ-આગેવાનોએ સુલેહ કરાવી

(અતુગ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૨૭: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ગેબનશાપીર દરગાહ ખાતે પાનેલીના જ મુસ્લિમ પરિવારો વચ્ચે ચાલતી જૂની અદાવતનો શાંતિ અને સુલેહ સાથે અંત આવ્યો હતો મોટી પાનેલીના જુણેજા, શોરા અને સફિયા પરિવારો વચ્ચે ડેમના પાણીમાં થતી માછલી પકડવાનાઙ્ગ ઇજારા સબન્ધી જૂની અદાવત ને લઈને મુસ્લિમ સમાજમાં ભારે તંગદિલી નો માહોલ જોવા મળતો હતો ત્રણેય પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતોમાં પણ આંખ મીચામણા થતા હતા જેનેલઈને સમગ્ર સમાજમાં ચિંતા ફેલાયેલી રહેતી અને ગમેત્યારે કોઈ અણબનાવ બનવાની શકયતા પણ સમાજના લોકો ચર્ચી રહ્યા હતા સમાજના પ્રમુખ ઇશાકભાઈ શોરા તેમજ સમાજના આગેવાન મેરૂભાઇ એ સુલેહના અવાર નવાર પ્રયત્નો કરવા છતાં કોઈ નિવેડો આવેલ ના હતો ત્યારે પ્રમુખ તેમજ અન્ય આગેવાનો દ્વારા મુસ્લિમ ધર્મગુરુ ઓ ને વચ્ચે લવી પરિવારો વચ્ચે સુલેહ કરાવવા હામ ભીડી હતી જેનેલઈને

રાણાવાવના જિલાનીબાપુ તેમજ પીર અબ્દુલાબાપુ, વેરાવળ સોમનાથના મોલાના રફીકબાપુ સાથે ઉપસરપંચ બધાભાઇ ભારાઈ, મેરૂભાઇ જુણેજા તેમજ લાલપુરના હુસેનભાઇ ઘૂઘા, ચોરબેડીના માજી સરપંચ ઓસામણ લાખા, નાના ખડબાના સરપંચ ઉમરભાઈ, ગઢકળાના સરપંચ ફિરોજભાઈ, કાલાવડ પ્રમુખ મુસાભાઇ, ધોરાજીના વાલીમામદ શોરા વગેરે આગેવાનોએ હાજર રહી મોટી પાનેલીના મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ત્રણેય પરિવારના સભ્યોને સાથે બેસાડી એકબીજાની ભૂલોને ભૂલી ભાઈચારાની ભાવના કેળવવા તેમજ તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવના રાખી વાદવિવાદ કે ઝઘડાને ભૂલી જવા આહવાન કરેલ જેને શોરા, જુણેજા અને સફિયા પરિવારના સભ્યોએ વધાવી વાતનો સ્વીકાર કરી સુલેહ શાંતિ બનાવી રાખવાની ખાત્રી આપી જીલાનીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરેલ ત્રણેય પરિવાર વચ્ચેના સમાધાન થી સમસ્ત મુસ્લિમ સમાજમાં ખુશી છવાઈ ગયેલ બધાયે એકસાથે જિલાનીબાપુ અને

અબ્દુલાબાપુનો જયકાર બોલાવેલ સાથેજ મોટી પાનેલી મુસ્લિમ સમાજના પ્રમુખ ઇશાકભાઈ શોરાએ તમામ સમાજના લોકોને ભાઈચારાથી રહેવા સાથે તમામ મહેમાનોનું અભિવાદન કરી તમામને ભોજન કરાવી ત્રણેય પરિવારના સભ્યોને એકમંચ પર બેસાડી ચાપાણી સાથે ભોજન પણ કરાવેલ, સમાજના પ્રમુખશ્રી તેમજ આગેવાનોની ઉમદા પહેલને લઈને શાંતિ સ્થપાયેલ છે જેનેલીધે મોટી પાનેલીના મુસ્લિમ સમાજમાં હળવાશ અને ખુશી વ્યાપી છે.

(11:35 am IST)