Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોરબીના નાની વાવડી-બગથળા અને આમરણ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરો.

રોડનું કામ ચાલુ ના થાય તો રસ્તા રોકો આંદોલન.: મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખની ચીમકી

મોરબી તાલુકાના નાની વાવડી, બગથળા અને આમરણ રોડનું કામ સત્વરે ચાલુ કરવા કોંગ્રેસ અગ્રણીએ માંગ કરી છે અને રોડનું કામ તાત્કાલિક ચાલુ નહિ થાય તો રસ્તા રોકો સહિતના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિલાલ પડસુંબીયાએ માર્ગ મકાન વિભાગના એકઝીકયુંટીવ એન્જીનીયરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે બગથળા-આમરણ રોડ બિસ્માર હાલતમાં છે રોડ પર દરરોજ નાના મોટા અકસ્માત સર્જાય છે કોઈપણ બીમાર દર્દીને મોરબી હોસ્પિટલ સમયસર પહોંચાડી સકાતા નથી રોડ ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ જુન ૨૦૨૧ માં મંજુર કરાવ્યો છે છતાં માર્ગ મકાન વિભાગ અને રોડ બનાવનાર એજન્સીની મિલીભગતથી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી
જે અંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયાએ અગાઉ પણ રજૂઆત કરી છતાં પરિણામ ના મળતા પ્રશ્ન ધારાસભ્ય લલિત કગથરાએ મોરબી જીલ્લા સંકલન સમિતિમાં રજુ કર્યો હતો અને અધિ. ઈજનેર માર્ગ મકાન વિભાગના અધિકારીએ દસ દિવસમાં રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી જો દસ દિવસમાં રોડનું કામ ચાલુ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

(11:25 am IST)